રોહિત શર્માના સંન્યાસથી આ 3 ખેલાડીઓની ચમક્યું નસીબ, મળી શકે છે ઓપનિંગ કરવાનો અવસર

રોહિત શર્માએ IPL 2025ની વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. રોહિતે પોતાની અંતિંમ ટેસ્ટ આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મેચ રમી હતી. આ સીરિઝમાં તેનું પ્રદર્શન એટલું સારું નહોતું. આ સીરિઝ બાદ, એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ શકે છે. IPL 2025 ખતમ થયા બાદ ભારતે જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. તે અગાઉ, રોહિતના આ નિર્ણયે ભારતીય ટીમનું ટેન્શન સ્વાભાવિક રીતે જ વધારી દીધું છે. આ દરમિયાન, ફેન્સના મનમાં એક સવાલ એવો પણ આવી રહ્યો છે કે રોહિતના સંન્યાસ બાદ, ટેસ્ટમાં યશસ્વી જાયસ્વાલ સાથે કોણ ઓપનિંગ કરશે? અમે તમને એ 3 ખેલાડીઓના નામ બતાવીશું જે હવે ટેસ્ટ ક્રિકેટમાં જાયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે.

abhimanyu-easwaran
republicworld.com

 

કે.એલ. રાહુલ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જ્યારે રોહિત શર્મા પહેલી ટેસ્ટ મેચ રમ્યો નહોતો, ત્યારે કે.એલ. રાહુલે યશસ્વી જાયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. ત્યાં તેનું પ્રદર્શન ખૂબ સારું હતું. એવામાં, રોહિતના સંન્યાસ બાદ હવે કે.એલ. રાહુલ ઓપનર તરીકે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. તે છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં પણ ચાલી રહ્યો છે. રાહુલે અત્યાર સુધી 58 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 33.57ની સરેરાશથી 3257 રન બનાવ્યા છે.

abhimanyu-easwaran
republicworld.com

 

સાઈ સુદર્શન

બીજું નામ જે ધ્યાનમાં આવે છે તે છે સાઈ સુદર્શનનું. સાઈ સુદર્શન IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તો ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ, ભારતીય ટીમે ઇંગ્લેન્ડના પ્રવાસ જવાનું છે. સુદર્શનને કાઉન્ટી ક્રિકેટ રમવાનો પણ અનુભવ છે અને સિલેક્ટર્સ તેને આ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવાનું પણ વિચારી રહ્યા છે. એવામાં, તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર યશસ્વી જાયસ્વાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. સાઈ સુદર્શને હજી સુધી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી.

abhimanyu-easwaran
republicworld.com

 

અભિમન્યુ ઈશ્વરન

વધુ એક ખેલાડી જેને ટેસ્ટમાં ઓપનિંગ કરવાનો અવસર મળી શકે છે તે છે અભિમન્યુ ઈશ્વરન. તેને અત્યાર સુધી ઘણી ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને રમવાનો અવસર મળી શક્યો નથી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈશ્વરનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તે રેડ બૉલ ક્રિકેટમાં શાનદાર ખેલાડી છે. ઈશ્વરને અત્યાર સુધી 101 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 48.87ની સરેરાશથી 7674 રન બનાવ્યા છે. એવામાં, તેને આગામી દિવસોમાં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનો અવસર મળી શકે છે.

Related Posts

Top News

'બિહારમાં જે મતદારોના નામ કાઢી નાંખ્યા છે તેમને મફત કાનૂની મદદ ઉપલબ્ધ કરાવો' સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો કે, બિહારની અંતિમ મતદાર યાદીમાંથી જે લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે...
National 
'બિહારમાં જે મતદારોના નામ કાઢી નાંખ્યા છે તેમને મફત કાનૂની મદદ ઉપલબ્ધ કરાવો' સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ છોડીને વિદેશી T20 લીગમાં ફૂલ ટાઈમ રમવાના  બદલામાં...
Sports 
કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...

છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

ગરીબીને કારણે કોઈ પણ બાળકને શિક્ષણથી વંચિત રાખવું જોઈએ નહીં અથવા તેની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ....
National 
છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?

ડાયમંડ ઉદ્યોગાં વર્ષોની પરંપરા છે કે દિવાળીના તહેવારમાં ઉદ્યોગમા 21થી 25 દિવસનું વેકેશન રહેતું હોય છે. છેલ્લાં 3 વર્ષથી મંદી...
Business  Gujarat 
શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.