- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 13-09-2025
વાર- શનિવાર
મેષ - આજે તમને સારો ધન લાભ થશે, તમારી ભક્તિમાં વધારો થશે, પિતૃઓનો આજે આભાર અવશ્ય માનો.
વૃષભ - આનંદના આ દિવસમાં તણાવમાંથી મુક્ત થશો, નવા કામોમાં પ્રગતિ જણાશે, આજે શિવજીનું સ્મરણ અવશ્ય કરવું.
મિથુન - તમારા શત્રુઓ પર તમારો પ્રભાવ રહેશે, બચતમાં વધારો થાય, માં લક્ષ્મીનું ધ્યાન અવશ્ય કરો.
કર્ક - આજે તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થાય, તમારા આર્થિક લાભમાં વધારો થાય, આજના દિવસમાં કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.
સિંહ - કામકાજને લઈ નવા વિચારો પર ધ્યાન અપાય, ધંધા- નોકરીમાં સહાનુકુળ દિવસ, આજે ગાય માતાનું ધ્યાન અવશ્ય કરો.
કન્યા - ઘર પરિવારમાં આનંદ રહે, તમારી ધનની સ્થિતિમાં સુધારો આવે, આજે તમે દેવ સ્થાનની મુલાકાત અવશ્ય લો.
તુલા - તમારા ધનમાં આજે વૃદ્ધિ થાય, તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે, માં સરસ્વતીનું ધ્યાન અવશ્ય કરો.
વૃશ્ચિક - આજે ભાગીદારીમાં વધારો થાય, કામને લઈ ચિંતાઓમાં ઘટાડો થાય, આજે તમે વડીલ વર્ગની સલાહ લઈ આગળની રૂપ રેખા તૈયાર કરો.
ધન - તમારી બચતમાં વધારો કરવાની નીતિ પર કામ કરી શકશો, આજે તમે તમારી તબિયત પર ધ્યાન આપી શકશો, આજે તમે કુળ દેવતાનું ધ્યાન અવશ્ય કરો.
મકર - આર્થિક લાભમાં વૃદ્ધિ થાય, સંતાનોની બાબતમાં નિર્ણય લઈ શકશો, આજે પાણિયારે દર્શન અવશ્ય કરશો.
કુંભ - ઘર પરિવારમાં આનંદ રહે, નવી વસ્તુઓ પણ વસાવી શકશો, આજે તમારા ઇષ્ટદેવનું ધ્યાન અવશ્ય કરો.
મીન - આજે તમે હરિ ફરી આનંદમાં રહી શકશો, મન ની અશાંતિને દૂર કરવાનો પ્રયાસ કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

