- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 16-09-2025
વાર-મંગળવાર
મેષ- આજે હરવા ફરવામાં આનંદ રહે, તમારા ભાગ્યથી આજે ઘારેલું કામ કરી શકશો, આજે તમે ભાઈ બહેનની સલાહ લઈ કામ કરો.
વૃષભ - આજે તમે તમારી વાણીથી સફળતા પ્રાપ્ત કરો, કોઈ ખાનગી સંસ્થામાં રોકાણ કરશો લાભ થશે, માં સરસ્વતીનું ધ્યાન અવશ્ય કરશો.
મિથુન - ભાગીદારીના કામમાં સારો નિર્ણય લઈ શકશો, ઘર પરિવારમાં આનંદ રહે, આજે વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો.
કર્ક - આજના તમારી શારીરિક સ્વસ્થતામાં સુધારો આવે, કોર્ટ કચેરીના કામમાં વધુ ધ્યાન આપો, આજે ભાઈ બહેનની સલાહ અવશ્ય લો.
સિંહ - કર્મનો લાભ મળવામાં વિલભ થાય, સામાજિક કામમાં બદનામીથી બચો, આજે ધાર્મિક પુસ્તક અવશ્ય વાંચો.
કન્યા - તમારી બુદ્ધિની પ્રશંસા થાય, ધંધાકીય ઓળખાણોમાં વધારો થાય, આજે પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - હરવા ફરવામાં આજે આનંદ મેળવો, તમારું ભાગ્ય તમને સાથ આપશે, આજે તમારા ઈષ્ટ દેવનું ધ્યાન ચોક્કસ કરો.
વૃશ્ચિક - બહારનો ખોરાક સાચવીને લેવો, તમારી વાણીથી તમારા ધનમાં વૃદ્ધિ થાય.
ધન - આજે તમારા ભાગીદાર સાથે મતભેદ ન કરતા નોકરી ધંધામાં પ્રગતિ થાય, આજે તમારા ગુરુદેવનું ધ્યાન અવશ્ય કરો.
મકર - તમારા ભાગ્યથી આજે તમે પ્રગતિ કરી શકશો, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે, આજે હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.
કુંભ - આજે સંતાન બાબતોમાં ધ્યાન આપી શકશો, તમારી આવકમાં વૃદ્ધિ થાય, આજે તમે લોકોને સલાહ આપવાથી બચશો.
મીન - તમારા અધૂરા કામ પૂરા થશે, નવા કામની શરૂઆત થાય, આજે માં જગદંબાનું ધ્યાન અવશ્ય કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

