ન્યૂઝીલેન્ડ સામે પહેલી વન-ડેમાં ઓપનિંગ કરશે ઇશાન કિશન? રોહિતે આપ્યો જવાબ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી વન-ડે 18 જાન્યુઆરી એટલે કે આજે હૈદરાબાદમાં રમવાની છે. ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકન ટીમને 3 મેચોની સીરિઝમાં વ્હાઇટ વોશ કરી હતી. એવામાં તેના ઇરાદા બુલંદ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પણ પાકિસ્તાન વિરુદ્ધ સીરિઝ જીતીને ભારત આવી છે. બંને ટીમો વચ્ચે પહેલી મેચ આજે બપોરે 1:30 વાગ્યાથી શરૂ થશે. પહેલી વન-ડે મેચને લઇને ફેન્સના મનમાં સવાલ હતો કે ઓપનિંગ કોણ કરશે? હવે પોતે કેપ્ટન રોહિત શર્માએ તેનો જવાબ આપ્યો છે.

રોહિત શર્માએ કહ્યું કે, ઇશાન કિશન પહેલી વન-ડેમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે એટલે કે શુભમન ગિલ અને રોહિત શર્મા શ્રીલંકન ટીમ સામેની સીરિઝની જેમ જ ફરી એક વખત ઓપનિંગ કરતા નજરે પડશે. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘ઇશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે અને મને ખુશી છે કે બાંગ્લાદેશમાં એ ઇનિંગ બાદ તેને આ ચાંસ મળશે. મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને ઉમરાન મલિક શ્રીલંકા વિરુદ્ધ ભારતની પસંદગીની ત્રિપુટી હતી.

તેની સાથે જ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચાહલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરે તો ભારતનો નીચેનો ક્રમ લાંબો થઇ શકે છે. રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનના વન-ડે વર્લ્ડ કપમાં ઝાકળના પ્રભાવને ઓછો કરવા માટે મેચ જલદી શરૂ કરવાના વિચારનું પણ સમર્થન કર્યું. સાંજના સમયે જ્યારે મેદાન પર ઝાકળ પડે છે તો બોલરો માટે બૉલને પકડવાનું મુશ્કેલ થઇ જાય છે જેથી લક્ષ્યનો પીછો કરનારી ટીમ માટે બેટિંગ કરવાનું સરળ થઇ જાય છે. રવિચંદ્રન અશ્વિને ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપની મેચ સવારે 11:30 વાગ્યાથી શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

રોહિત શર્મા કહ્યું કે એ સારો વિચાર છે. આ એક વર્લ્ડ કપ છે. તમે નથી ઇચ્છતા કે ટોસની ભૂમિકા વધારે હોય. તમે તેને પૂરી રીતે હટાવવા માગો છો. તમે ઇચ્છો છો કે ક્રિકેટ સામાન્ય પ્રકાશમાં ઝાકળની ઉપસ્થિતિમાં બેટિંગ ટીમને ફાયદા વિના રમવામાં આવે. મને જલદી શરૂઆત કરવાનો વિચાર પસંદ છે, પરંતુ ખબર નથી કે તે સંભવ છે. પ્રસારણકર્તા નિર્ણય લેશે. 7 બેટ્સમેનો અને 4 વિશેષજ્ઞ બોલરોને રમાડવા બાબતે પૂછવામાં આવતા રોહિતે કહ્યું કે, ઇમાનદારીથી કહું તો હું કોઇ પણ વસ્તુ સાથે સમજૂતી કરવા માગતો નથી. તમે પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન રમાડવા માગો છો. નંબર-8 અને 9 અમારા માટે એક પડકાર થવા જઇ રહ્યો છે. કોઇ એવો જે એ ક્રમમાં બેટિંગ કરી શકે. એટલે અમે શાર્દૂલને ટીમમાં સામેલ કર્યો તે અમને આઠમા નંબર પર ફાયદો પહોંચાડી શકે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.