કંઈક તો ખોટું થયું છે, ઇંગ્લેન્ડ જવાની તૈયારીમાં હતો પછી વિરાટે અચાનક ટેસ્ટ ક્રિકેટ કેમ છોડી દીધું?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોમવારે (12 મે)ના રોજ, વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી. 36 વર્ષીય વિરાટ કોહલીએ આ ફોર્મેટને અલવિદા કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, કારણ કે વિરાટ કોહલી ફિટ હતો, ફોર્મમાં હતો અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો, પરંતુ બધી અટકળો વચ્ચે, તેણે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

Virat Kohli
diehardcricketfans-in.translate.goog

એક સપોર્ટ ચેનલના મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર, આ એકદમ આશ્ચર્યજનક પગલું છે અને તે સ્પષ્ટપણે દેખાય જાય છે કે છેલ્લા એક અઠવાડિયામાં જ ઘણું બધું બની ગયું છે. કારણ કે પહેલા રોહિત શર્માની નિવૃત્તિ, હવે વિરાટ કોહલીની નિવૃત્તિ આપણને 2011-12ની યાદ અપાવે છે, જ્યાં સતત બે ટેસ્ટ શ્રેણી હાર્યા પછી, ઘણા મોટા ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી હતી.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ સ્પષ્ટપણે કમ્યુનિકેશનનો અભાવ જણાય છે. કારણ કે વિરાટ કોહલીની માનસિકતા અને તેની તૈયારી પરથી સ્પષ્ટ હતું કે તે ઇંગ્લેન્ડ માટે તૈયાર છે, પરંતુ અચાનક એવું શું થયું કે વિરાટ કોહલીએ નિવૃત્તિ લઈ લીધી. ટેસ્ટ ક્રિકેટને સર્વોચ્ચ માનનાર વિરાટ કોહલી ફિટનેસની બાબતમાં સૌથી આગળ છે અને તેણે 10,000 રન બનાવવાનું પોતાનું સ્વપ્ન પણ છોડી દીધું છે. રોહિત શર્મા પણ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર હતો તેણે એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ સીરિઝને લઈને તૈયાર છે પણ તેને પણ અચાનક ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું.

Virat Kohli
quora-com.translate.goog

મીડિયા સૂત્રએ કહ્યું, 'મોટા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને એક ચેલેન્જના રૂપમાં માને છે. ઓસ્ટ્રેલિયામાં તેની શરૂઆત સારી હતી પરંતુ ત્યાર પછી શંકાઓ ઉભી થવા લાગી. એવું કહી શકાય કે, છેલ્લા પાંચ વર્ષમાં વિરાટ કોહલીની ટેસ્ટમાં સરેરાશ ઘટી રહી છે. વિરાટ ઈંગ્લેન્ડ જવા માટે લાલ બોલથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો, છતાં તેણે નિવૃત્તિ લીધી. તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે વિરાટ ઈંગ્લેન્ડ જવા માંગતો ન હતો.'

Virat Kohli
newstrack.com

અહીં તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાને IPL પછી તરત જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાનું છે, આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની હતી. છેલ્લા એક અઠવાડિયાથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે, વિરાટ કોહલીએ BCCIને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના પોતાના ઇરાદા વિશે જણાવ્યું છે, જેના પર એવા અહેવાલો આવ્યા છે કે બોર્ડ તેમને પોતાના આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક અહેવાલો એવા પણ આવી રહ્યા હતા કે વિરાટ કોહલી ફરીથી ટેસ્ટમાં કેપ્ટન બનવા માંગે છે, પરંતુ BCCI આ માટે તૈયાર નહોતું. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી, તે માત્ર અટકળો જ રહી.

Virat Kohli
aajtak.in

હાલમાં વિશ્વ ક્રિકેટના ફેબ-4માં સામેલ વિરાટ કોહલીએ લગભગ 7 વર્ષ સુધી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ પણ કર્યું છે અને તે ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો છે. આવી સ્થિતિમાં, ટેસ્ટ ક્રિકેટને ખૂબ પ્રેમ કરતા અને ટેસ્ટ ક્રિકેટના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર રહેલા ખેલાડીનો અચાનક નિવૃત્તિ લેવાનો આ નિર્ણય ઘણા પ્રશ્નો ઉભા કરે જ છે.

Top News

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Copyright (c) Khabarchhe All Rights Reserved.