'મેં તેને કેપ્ટન બનાવ્યો..', ગાંગુલીએ રોહિતની કેપ્ટન્સીને લઈને આપ્યું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. તેની સાથે જ પૂર્વ BCCI અધ્યક્ષે જણાવ્યું કે, તેમણે રોહિત શર્માને એટલે કેપ્ટન બનાવ્યો કેમ કે તેમણે તેનામાં કુશળતા જોઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં થયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ ડિસેમ્બર 2021માં રોહિત શર્માને વન-ડે અને T20ની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. તેના લગભગ એક મહિના અગાઉ રોહિત શર્માને ટેસ્ટ ટીમની પણ કેપ્ટન્સી સોંપી દેવામાં આવી હતી.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વર્ષ 2022માં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ (WTC)માં પહોંચી હતી. ગયા વર્ષે તેની આગેવાનીમાં જ ભારતીય ટીમ ICC વન-ડે વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી હતી. સૌરવ ગાંગુલીએ રેવસ્પોર્ટ્સ સાથે વાતચીતમાં રોહિત શર્માના વખાણ કર્યા. સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને કહ્યું કે, 'રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. જુઓ તેણે વિશ્વમાં કયા પ્રકારની કેપ્ટન્સી કરી.

તેમણે વધુમાં કહ્યું કે, રોહિત ભારતને ફાઇનલમાં લઈને ગયો અને મને લાગે છે કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ફાઇનલ હારવા અગાઉ સુધી સૌથી શાનદાર ટીમ હતી. તે એક સારો કેપ્ટન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી છે અને મને કોઈ આશ્ચર્ય નથી કે તેણે જે પ્રકારે ટીમની આગેવાની કરી છે. તે જ્યારે કેપ્ટન બન્યો તો હું અધ્યક્ષ હતો અને હું તેનાથી હેરાન નથી કે તેણે કયા પ્રકારે ટીમની આગેવાની કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હા મેં તેને કેપ્ટન બનાવ્યો કેમ કે મને તેમાં એ કુશળતા દેખાઈ અને તેણે જે કર્યું છે તેનાથી મને કોઈ આશ્ચર્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આ સીરિઝમાં 3-1થી આગળ છે, અને સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે. સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાવાની છે. ઇંગ્લેન્ડના પ્રવાસથી પહેલા બેઝબૉલને લઈને ખૂબ ચર્ચા હતી, પરંતુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સામે બેઝબૉલે એક પ્રકારે સરેન્ડર કરી દીધું.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.