- Sports
- સૂર્યકુમાર યાદવે બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ, અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું આવું કારનામું
સૂર્યકુમાર યાદવે બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ, અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું આવું કારનામું

સૂર્યકુમાર યાદવે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં શાનદાર બેટિંગ કરતા એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ તેણે IPLમાં નહીં, પરંતુ ઓવરઓલ T20 ક્રિકેટમાં બનાવ્યો છે. સૂર્યા આ સીઝનની શરૂઆતમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો, પરંતુ તેણે બધી મેચોમાં નાની-નાની ઇમ્પેક્ટફૂલ ઇનિંગ્સ રમીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તે ઇનિંગ્સને કારણે, સૂર્યાએ પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવી લીધો છે. તે T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત સતત 25+ સ્કોર બનાવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે.

સૂર્યાએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં 25 રન બનાવતા જ આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. તેણે T20 ક્રિકેટમાં સતત 14 ઇનિંગ્સમાં 25+ સ્કોર બનાવ્યા છે. આ અગાઉ, ટેમ્બા બાવુમાએ સતત 13 ઇનિંગ્સમાં 25+ સ્કોર બનાવ્યા હતા. આ અગાઉ બ્રેડ હોગ, જેક્સ રુડોલ્ફ, કુમાર સંગાકારા, ક્રિસ લિન અને કાઇલ મેયર્સે 11 ઇનિંગ્સમાં 25+ સ્કોર બનાવ્યા હતા. હવે આ વિશ્વ રેકોર્ડ સૂર્યાના નામે થઈ ગયો છે. હવે તે આગામી મેચોમાં પણ 25 રનની ઇનિંગ રમીને આ રેકોર્ડ યથાવત રાખવા માગશે.
આ સાથે જ, સૂર્યકુમાર યાદવે IPLમાં સૌથી વધુ વખત સતત ઈનિંગ્સમાં 25+ રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. મુંબઈના આ બેટ્સમેને આ સીઝનમાં લીગ સ્ટેજની બધી મેચોમાં 25+ રનની ઇનિંગ્સ રમી છે. આ અગાઉ વર્ષ 2018માં કેન વિલિયમસને IPLમાં સતત 13 ઇનિંગ્સમાં 25+ સ્કોર બનાવ્યા હતા. તો, શુભમને પણ વર્ષ 2023માં સતત 13 ઇનિંગ્સમાં 25+ રનની ઇનિંગ્સ રમી હતી.

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની શરૂઆત સારી રહી નહોતી. શરૂઆતમાં તેણે સતત ઘણી મેચો ગુમાવી દીધી હતી. તે સમયે, સૂર્યા પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ અડધી સીઝન પસાર થયા બાદ આ ટીમે શાનદાર વાપસી કરી અને પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી. સૂર્યકુમાર યાદવના આંકડાઓની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 14 મેચમાં 76.75ની સરેરાશથી 614 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 4 અડધી સદી ફટકારી છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)