ભારતીય ટીમને આ વર્ષે મળી જશે નવા કોચ, આ દિગ્ગજ લેશે દ્રવિડની જગ્યા!

રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ છે. રાહુલ દ્રવિડે આ જવાબદારી ત્યારે લીધી હતી, જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2021માં પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ હતી. રાહુલ દ્રવિડને T20 વર્લ્ડ કપ 2022 અને વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને એક નવા કોચની જરૂરિયાત હશે, પરંતુ સવાલ એ છે કે દ્રવિડ બાદ આ પદ કોણ સંભાળશે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો કોન્ટ્રેક્ટ સમાપ્ત થયા બાદ વી.વી.એસ. લક્ષ્મણ આગામી હેડ કોચ હશે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે વિશ્વનિય રૂપે જાણકારી મળી છે કે રાહુલ દ્રવિડને પુરુષોની ટીમમાં હેડ કોચના રૂપમાં વિસ્તાર પર વિચાર કરવો ન જોઇએ. તો વર્તમાનમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં ક્રિકેટના પ્રમુખ લક્ષ્મણને આગામી હેડ કોચ બનાવી શકાય છે. રાહુલ દ્રવિડની અનુપસ્થિતિમાં 48 વર્ષીય લક્ષ્મણને ભારતીય ટીમના હેડ કોચના રૂપમાં નિમણૂક કરવામાં આવ્યા હતા. તો જૂન 2022માં આયરલેન્ડ વિરુદ્ધ દ્વિપક્ષીય સીરિઝ સાથે સાથે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી T20 અને ઝીમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ સાથે હતા.

તો યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં T20 એશિયા કપ 2022 સીઝન માટે પણ ભારતીય ટીમ સાથે હતા, જ્યારે રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત હતા. તેના તુરંત બાદ પોતાના વ્હાઇટ બૉલ સીરિઝ માટે ટીમના હેડ કોચના રૂપમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. T20 વર્લ્ડ કપ નવેમ્બર 2022માં સમાપ્ત થયો હતો. નેશનલ ક્રિકેટ અકાદમીમાં ખેલાડીઓની આગામી પેઢીને તૈયાર કરવા સિવાય વી.વી.એસ. લક્ષ્મણે પોતાના સફળ 2022 વર્લ્ડ કપ માટે પણ ભારત અંડર-19 ટીમ સાથે પ્રવાસ કર્યો હતો અને વેસ્ટ ઇન્ડિઝમાં પોતાના અભિયાન દરમિયાન ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી.

ટીમમાં વિભાજિત કોચિંગની સંભાવનાઓ બાબતે પૂછવામાં આવતા BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર માટે સ્પ્લિટ કોચિંગ નહીં હોય. શું ભારતીય ટીમમાં પહેલા એમ થયું છે? જ્યારથી તેમણે નવેમ્બર 2021માં રવિ શાસ્ત્રી પાસેથી હેડ કોચના રૂપમાં પદભાર સાંભળ્યો હતો. રાહુલ દ્રવિડે ભારતીય ટીમ સાથે કામ કર્યું છે. ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ હારી ગઇ અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન-ડે સીરિઝ હારવા સિવાય 2022 T20 એશિયા કપની ફાઇનલમાં ન પહોંચી અને પાંચમી ટેસ્ટ બર્મિઘમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.