કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇક કર્યો અવનીત કૌરનો ફોટો પછી એવી સ્પષ્ટતા આપી કે ગળે ન ઉતરે

IPL 2025 માં વિરાટ કોહલીનું બેટ જોરથી બોલી રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલો વિરાટ ઓરેન્જ કેપ જીતવાની રેસમાં એક મજબૂત દાવેદાર બનેલો છે. આ દરમિયાન, તેની સાથે કંઈક એવું બન્યું, જેને લઈને આ ભારતીય સ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપવી પડી. ખરેખર,અભિનેત્રી અવનીત કૌર સાથે આ મામલાનું કનેક્શન છે. ચાલો જાણીએ શું છે આખો મામલો..

Virat-Kohli1
aajtak.in

2 મેના રોજ, વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી હતી. તેમાં લખ્યું હતું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા ફીડને સાફ કરતી વખતે, એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી કોઈ ઈન્ટરેક્શન રજિસ્ટર કરી દીધું છે.' આ પાછળ કોઈ ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધવામાં આવે. તમારી સમજદારી બદલ આભાર. હવે ચાલો જાણીએ કે વિરાટે આ સ્પષ્ટતા કોના વિશે આપી છે.

https://www.instagram.com/p/DJCCU9CSvcn/?utm_source=ig_web_copy_link

અવનીત કૌર સાથે કનેક્શન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી પ્રિય સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. તાજેતરમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. 30 એપ્રિલના રોજ અભિનેત્રી અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં, તે પ્રિન્ટેડ રેપ સ્કર્ટ સાથે લીલા રંગનો ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. ઈન્ટરનેટ યુઝર્સે જોયું કે વિરાટ કોહલીએ અવનીત કૌર નામના ફેન પેજ પર પોસ્ટ કરેલા ફોટાને લાઈક કર્યો અને પછી તેને ડિસલાઈક કરી દીધો. સોશિયલ મીડિયા પર કોહલીની આ હરકતથી ધૂમ મચી ગઈ. યુઝર્સે તેમને ટ્રોલ પણ કર્યા કારણ કે આ 1 મેના રોજ બન્યું હતું, એ દિવસે તેની પત્ની અનુષ્કા શર્માનો જન્મદિવસ પણ હતો. વિરાટે હવે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.

પરંતુ તેના આ જવાબની હાલમાં તો સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે, કારણ કે આ કારણ કોઈના ગળે ઉતરે એવું નથી, આમાં તો તેણે ઈન્સ્ટાગ્રામનો જ વાંક કાઢી નાખ્યો હોય એવું લાગે છે. ઘણાએ તો અવનીત કૌર સાથે તેના નજીકના સંબંધ છે એવી વાતો પણ ચલાવી દીધી હતી, ઘણાએ આની મજા લીધી હતી કે, IPL પતાવી ઘરે જા એટલે અનુષ્કા ભાભી તારો વારો લેશે.

Virat-Kohli
ndtv.com
https://www.instagram.com/p/DJG30gLyiNA/?utm_source=ig_web_copy_link

અનુષ્કા શર્માને કર્યો બર્થડે વિશ

વિરાટે 1 મેના રોજ અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક સુંદર પોસ્ટ શેર કરી હતી. તેણે તે બંનેનો એક સુંદર ફોટો શેર કરીને કેપ્શન આપ્યું, 'મારી સૌથી સારી મિત્ર, મારી જીવનસાથી, મારું સલામત સ્થળ, મારી બેટર હાફ, મારી બધી વસ્તુ.' તું અમારા બધાના જીવનની માર્ગદર્શક છો. અમે તને દરરોજ વધુ ને વધુ પ્રેમ કરીએ છીએ. જન્મદિવસની શુભકામનાઓ મારી પ્રિય અનુષ્કા શર્મા.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.