રિંકુની સરખામણી યુવરાજ સાથે કરવામાં આવી ત્યારે ગાવસ્કરે કહ્યું- તેનો એક ભાગ પણ..

રિંકુ સિંહને ભારતીય ક્રિકેટનો નવો ફિનિશર માનવામાં આવી રહ્યો છે. રિંકુએ હાલના સમયમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તે જોઈને આ બેટ્સમેનની પણ યુવરાજ સિંહ સાથે સરખામણી થવા લાગી છે. વાસ્તવમાં, રિંકુ જે આક્રમક સ્ટાઈલથી બોલરો સામે બેટિંગ કરે છે તે જોઈને પ્રશંસકો રિંકુને ભારતીય ક્રિકેટનો આગામી યુવરાજ સિંહ કહેવા લાગ્યા છે. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ વાતથી પોતાની અલગ વાત કહી હતી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા ગાવસ્કરે રિંકુ વિશે વાત કરતા કહ્યું, 'રિંકુની તુલના યુવરાજ સાથે કરવામાં આવી રહી છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે, તેનાથી નાના ભાગનું કામ કરવામાં રીન્કુ સફળ રહ્યો, તો તેની કારકિર્દી સફળ થઇ જશે, તેને શાનદાર પ્રદર્શન કહેવામાં આવશે, પરંતુ હમણાંથી તેની તુલના યુવી સાથે કરવી એ આ બેટ્સમેન પર વધુ દબાણ લાવવા જેવું છે, પરંતુ રિંકુએ તેની ક્ષમતાથી તે કર્યું છે, કે લોકો તેને બીજો યુવી કહેવા પણ લાગ્યા છે.'

પોતાની વાતને આગળ વધારતા ગાવસ્કરે કહ્યું, 'રિંકુ હવે ભારતીય ટીમનો એક ભાગ છે, અને હવે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ચાહકો હવે તે બીજો યુવરાજ સિંહ બને તેવી અપેક્ષા રાખી રહ્યા છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે જે કંઈ કર્યું છે, જો રિંકુ તેનો એક અંશ પણ કરી શકવામાં સફળ રહ્યો તો પછી તેણે તેની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે એમ કહેવાશે.'

આ ઉપરાંત, તેણે પ્રતિભા વિશે પણ વાત કરી અને કહ્યું, 'દરેક વ્યક્તિને તે મળતું નથી… તમે રમતને પ્રેમ કરી શકો છો. તમે આખો દિવસ રમી શકો છો, પરંતુ કેટલીકવાર તમે જાણો છો કે, તમારી પાસે પૂરતી પ્રતિભા નથી. પરંતુ તેને વિશ્વાસ છે કે તે તે કરી શકશે, અને તે છેલ્લા 2-3 વર્ષથી તે કરી રહ્યો છે. IPLમાં, તે ઘણી ટીમોની અંદર અને બહાર રહી ચુક્યો છે, જ્યારે આખરે તેને એક તક મળી અને તેણે તેને પકડી લીધી, તે જોવું અદ્દભુત હતું.'

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં રિંકુ સિંહ દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે. T-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે શ્રેણીની બીજી મેચ મંગળવારે 12મી ડિસેમ્બરે રમાશે.

About The Author

Related Posts

Top News

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, ...
National 
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, રાજકુમાર રાવ જો કોઈ ડાર્ક કોમેડી લઈને આવે છે તો કોઈ પણ તેની પાસેથી સુંદર...
Entertainment 
રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ
Copyright (c) Khabarchhe All Rights Reserved.