સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું તમને ખબર છે? એક સમય એવો હતો જ્યારે ધોનીને લઈને ઘણો વિવાદ ઉભો થઇ ગયો હતો. ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેને લીગમાંથી પ્રતિબંધિત કરવાની માગ કરી દીધી હતી. બેન લગાવવાના પક્ષમાં પૂર્વ સાથી ખેલાડી વીરેન્દ્ર સેહવાગ પણ હતો. આ દરમિયાન, વિસ્ફોટક ઓપનર બેટ્સમેને ધોનીની સખત શબ્દોમાં ટીકા કરી હતી. તેનું માનવું હતું કે, માહીને થોડી મેચો માટે પ્રતિબંધિત કરી દેવો જોઈએ.

dhoni1
business-standard.com

 

વાસ્તવમાં, આ ઘટના IPL 2019માં જોવા મળી હતી. ટૂર્નામેન્ટની એક મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. જ્યાં અમ્પાયરના એક નિર્ણયથી માહી અસહમત નજરે પડ્યો અને વિરોધમાં ડગઆઉટમાંથી મેદાનમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ બધાએ તેની આ હરકતની કઠોર શબ્દોમાં ટીકા કરી હતી. મેચ રેફરીએ પણ કડક વલણ અપનાવ્યું અને તેની મેચની અડધી ફી કાપી લીધી હતી.

dhoni1
business-standard.com

જોકે, સેહવાગ પણ આ સજાથી ખુશ નહોતો. તેનું માનવું હતું કે, ધોનીની આ હરકત માટે ઓછામાં ઓછી 2-3 મેચનો પ્રતિબંધ લગાવવો જોઈતો હતો. પૂર્વ ઓપનરે તે દરમિયાન કહ્યું હતું કે, મને લાગે છે કે ધોનીને ખૂબ જ સસ્તામાં છોડી દેવામાં આવ્યો. આ વસ્તુ માટે તેના પર ઓછામાં ઓછા 2-3 મેચનો પ્રતિબંધ લગાવવો જોઈતો હતો. કેમ કે તેણે આમ કર્યું છે, કાલે કોઈ બીજો કેપ્ટન પણ આવું કરી શકે છે.

dhoni2
business-standard.com

 

તમને જણાવી દઈએ કે, સેહવાગ હાલમાં ક્રિકેટથી દૂર કોમેન્ટ્રી બોક્સમાં પોતાના અવાજથી ધૂમ મચાવતો જોવા મળી રહ્યો છે. જ્યારે માહી 43 વર્ષની ઉંમરે પણ IPLમાં ભાગ લઈ રહ્યો છે. હાલમાં, ઋતુરાજ ગાયકવાડની ઈજા બાદ તે IPL 2025માં CSKનો કેપ્ટન છે. લોકોને આશા છે કે વર્તમાન સીઝનમાં તે પોતાની ચમત્કારિક કેપ્ટન્સી કરીને ટીમને ફરી એકવાર ચેમ્પિયન બનાવશે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.