વિશ્વનું સૌથી મોંઘુ ફૂટબોલ ક્લબ RCBને ખરીદવાની તૈયારીમાં, 16300 કરોડની બોલી લગાવી

IPL શરૂ થવામાં ફક્ત દોઢ મહિનો બાકી છે, ત્યારે RCBને ખરીદવાની રેસ વધુ તીવ્ર બની છે, જેમાં વિશ્વભરના ઘણા ઉદ્યોગપતિઓ રસ દાખવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક અદાર પૂનાવાલા પ્રથમ વ્યક્તિ હતા જેમણે ભારે રસ દાખવ્યો હતો. અહેવાલો સૂચવે છે કે, લગભગ નવ ફ્રેન્ચાઇઝી RCBને હસ્તગત કરવા માટે ઉત્સુક છે. અહીં તમને બતાવી દઈએ કે, ડિયાજિયોએ નવેમ્બરમાં RCBને વેચાણ માટે રજૂ કર્યું હતું. આ દરમિયાન, બીજું એક મોટું નામ બહાર આવી રહ્યું છે, અવરામ ગ્લેઝર પરિવાર, જે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક છે. અહીં ખાસ વાત એ છે કે, તેઓએ RCB માટે 1.8 બિલિયન ડૉલર અથવા 16,300 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ પહેલી વાર નથી જ્યારે માન્ચેસ્ટર યુનાઇટેડે પ્રયાસ કર્યો હોય, તેઓએ આ પહેલા પણ પ્રયાસો કર્યા છે. હવે એ જોવું રસપ્રદ બનશે કે, ટીમનો માલિક કોણ બને છે.

Avram Glazer-RCB
zeenews.india.com

RCB 2008થી IPLમાં રમી રહ્યું છે અને 2025માં તે પહેલું ટાઇટલ જીત્યું હતું. ફ્રેન્ચાઇઝની મહિલા ટીમે બે વાર મહિલા પ્રીમિયર લીગ જીતી છે. આનાથી RCB IPL અને WPL બંનેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી બની છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ, ટીમે WPL ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટ્રોફી જીતી હતી, જ્યારે રજત પાટીદારના નેતૃત્વ હેઠળ, RCBએ તેનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું.

Avram Glazer
x.com

સ્ટેટ ઓફ પ્લે વેબસાઇટ પરના અહેવાલ મુજબ, RCBનું મૂલ્યાંકન 1 બિલિયન ડૉલરથી 1.8 બિલિયન ડૉલરની વચ્ચે હોવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં નવ પક્ષોએ બોલીઓ સબમિટ કરી છે. જોકે, આખો મામલો હાલ તેના પ્રારંભિક તબક્કામાં છે. એવું જાણવા મળ્યું છે કે બોલી પ્રક્રિયાનો બીજો રાઉન્ડ આવતા અઠવાડિયે શરૂ થશે. આ રાઉન્ડમાં, RCB બધી નવ બોલીઓને શોર્ટલિસ્ટ કરશે, અને પછી શોર્ટલિસ્ટ કરાયેલી કંપનીઓ મુખ્ય બોલી પ્રક્રિયામાં ભાગ લેશે.

Avram Glazer-RCB
msn.com

માન્ચેસ્ટર યુનાઇટેડ અને ટેમ્પા બે બુકેનિયર્સની માલિકી માટે જાણીતા અવરામ ગ્લેઝર હવે ધીમે ધીમે ક્રિકેટમાં પણ પ્રવેશ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે લેન્સર કેપિટલ દ્વારા UAEની ILT20 લીગમાં ડેઝર્ટ વાઇપર્સ ટીમનું સંચાલન કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં મળનારી તકોનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે. તે જોવું રસપ્રદ રહેશે કે તે વિરાટ કોહલીની ટીમનું માલિકીપણું મેળવી શકે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.