આ 5 કારણે છીનવાશે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ

ભારતીય ક્રિકેટ ટીમના 'મિસ્ટર 360' સૂર્યકુમાર યાદવ માટે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરી રહ્યું છે. એક તરફ જ્યાં તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને 2025 એશિયા કપ અને 2026ના T20 વર્લ્ડ કપમનો ઐતિહાસિક તાજ અપાવ્યો છે; પરંતુ, બીજી તરફ, તેનું પોતાનું સ્થાન હવે જોખમમાં છે. BCCIના કોરિડોરમાંથી એવા સમાચાર મળી રહ્યા વે છે કે સૂર્યા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી શકે છે. કેપ્ટન તરીકે શાનદાર જીતની ટકાવારી (76.92%) હોવા છતા સૂર્યાએ પોતાના ફોર્મ અને ફિટનેસ સમસ્યાઓને કારણે 'પોતાના પગમાં કુહાડી મારી લીધી છે. ચાલો પાંચ મુખ્ય કારણો જાણીએ કે શા માટે હવે એવું માનવામાં આવે છે કે સૂર્યા કેપ્ટનશીપ ગુમાવશે.

BCCI 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપ 2028 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂર્યાની વધતી ઉંમર અને ઘટતા જતા ફોર્મને ધ્યાનમાં રાખીને બોર્ડ લાંબા ગાળાના નેતૃત્વ વિકલ્પની શોધ કરી રહ્યું છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રેયસ ઐય્યર હાલમાં કેપ્ટનશીપની રેસમાં સૌથી આગળ છે, તેણે IPL 2026ની સીઝન દરમિયાન પંજાબ કિંગ્સ (PBKS) માટે કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા, તેણે 2025ની સીઝનમાં પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડી હતી, અને તે પહેલાં 2024માં તેણે KKRને ચેમ્પિયન બનાવી હતી.

suryakumar-yadav4
facebook.com

કેપ્ટન બન્યા પછી 'બેટિંગ કરવાનું ભૂલ્યો સૂર્યા?

આંકડા સાક્ષી છે કે જ્યારથી સૂર્યાને T20 ટીમની કમાન સોંપવામાં આવી છે, ત્યારથી તેના બેટિંગ ગ્રાફમાં તેજીથી ઘટાડો જોવા મળ્યો છે. કેપ્ટનશીપની જવાબદારીઓ સંભાળ્યા પછી, સૂર્યા 45 મેચોમાં માત્ર 932 રન બનાવવામાં સફળ રહ્યો છે. IPL 2026ની સીઝનમાં, સૂર્યા સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે. મુંબઈ માટે રમતા તેણે આ સીઝનમાં અત્યાર સુધી 10 મેચોમાં 19.50ના સરેરાશથી માત્ર 195 રન બનાવ્યા છે. નીચે પાંચ મુખ્ય પરિબળોની જણાવ્યા છે જે આખરે સૂર્યાને કેપ્ટનશીપથી છીનવાવાના કારણ બની શકે છે.

1. મોટા ટૂર્નામેન્ટમાં ફ્લોપ રહ્યો છે સૂર્યા

સૂર્યકુમાર યાદવ એવા કેપ્ટન છે જણે  એશિયા કપ 2025 અને  T20 વર્લ્ડ કપ 2026માં પોતાની ટીમને ટ્રોફી અપાવી હતી; જોકે, આ બંને ટૂર્નામેન્ટમાં તેનું બેટ મોટે ભાગે શાંત રહ્યું. એશિયા કપ 2025માં, સૂર્યાએ 6 ઇનિંગ્સમાં 18ની સરેરાશથી કુલ ફક્ત 72 રન બનાવ્યા હતા, જ્યારે T20 વર્લ્ડ કપ 2026માં, તે 9 ઇનિંગ્સમાં ફક્ત 252 રન જ બનાવી શક્યો હતો. તેની સરેરાશ 30.25 હતી. સૂર્યાએ અમેરિકા સામે 84 રનની મોટી ઇનિંગ્સ સિવાય, કોઈ મોટી ઇનિંગ રમી નહોતી.

suryakumar-yadav
facebook.com

2. મોટી ટીમો સામે ફ્લોપો રહ્યો સૂર્યા

એક કેપ્ટન તરીકે તમારે મોટી મેચોમાં આગળથી નેતૃત્વ કરવાનું હોય છે, પરંતુ સૂર્યા ચૂક્યો છે. ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી મોટી ટીમો સામે, સૂર્યા 19 ઇનિંગ્સમાં માત્ર 197 રન બનાવી શક્યો છે. તેનાથી વિપરીત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે, તેણે માત્ર 11 ઇનિંગ્સમાં 392 રન બનાવ્યા છે.

3. કેપ્ટનશીપ સંભાળ્યા પછી સરેરાશ અને સ્ટ્રાઇક રેટમાં ઘટાડો

કેપ્ટનશીપ સંભાળતા પહેલા સૂર્યાએ 43.60ની સરેરાશ અને 168.75ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેણે 20 અડધી સદી અને 4 સદી પણ ફટકારી હતી. જોકે, કેપ્ટનશીપ સંભાળ્યા બાદ, સૂર્યાના પ્રદર્શનમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. તેની સરેરાશ 25.88 થઈ ગઈ છે, જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ ઘટીને 152.03 થઈ ગયો છે. આનો મતલબ સરેરાશમાં 17.72 પોઈન્ટનો ઘટાડો અને તેના સ્ટ્રાઇક રેટમાં 16.72 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ આંકડા સૂચવે છે કે, કેપ્ટનશિપના દબાણ હેઠળ સૂર્યાએ તેની સ્વભાવિક, આક્રમક બેટિંગ ભૂલી ગયો છે.

4. કેપ્ટન બન્યા પછી એક પણ સદી નહીં

ચોંકાવનારી વાત એ છે કે કેપ્ટન બન્યા પહેલા તેણે 4 સદી ફટકારી હતી, પરંતુ નેતૃત્વની ભૂમિકા સંભાળ્યા પછી સૂર્યાના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. તો આ સમયગાળા દરમિયાન ફક્ત 6 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

suryakumar-yadav2
facebook.com

5. સૂર્યા ક્રિઝ પર સમય વિતાવી શક્યો નથી

કેપ્ટન બનતા પહેલા, સૂર્યકુમાર યાદવ પ્રતિ ઇનિંગ સરેરાશ 22 બોલ રમતો હતો; આ આંકડો હવે ઘટીને માત્ર 17 બોલ થઈ ગયો છે. તે ક્રીઝ પર વધારે સમય વિતાવી શકતો નથી. ટીમની બેટિંગ લાઇનઅપની ઊંડાઈ અંગે ચિંતાનો વિષય છે.

સૂર્યાની રમતની સૌથી મોટી તાકાત તેના કાંડાના જાદુઈ ઉપયોગ છે; જો કે, છેલ્લા એક વર્ષમાં કાંડાની ઇજાએ તેના સિગ્નેચર શોટ્સ (જેમ કે લેપ શૉટ અને સ્કૂપ શૉટ) પર બ્રેક લગાવી દીધી છે. BCCI હવે એવા ખેલાડીને કેપ્ટનશીપ સોંપવા માંગે છે જે સંપૂર્ણપણે ફિટ હોય અને મેદાન પર 100 ટકા આપી શકે.

સૂર્યકુમાર યાદવની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી કેવી રહી છે?

સૂર્યાએ ભારત માટે અત્યાર સુધીમાં 113 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 107 ઇનિંગ્સમાં તેણે 36.35ની સરેરાશ અને 162.94 ના સ્ટ્રાઇક રેટથી 3,272 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 25 અડધી સદીનો સમાવેશ થાય છે.

About The Author

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.