50 વર્ષની ઉંમરમાં પણ કેમ કુંવારો છે ટેરેન્સ લુઈસ, અત્યાર સુધી કેમ નથી કર્યા લગ્ન? કોરિયોગ્રાફરે જણાવ્યું અસલી કારણ

ટેરેન્સ લુઈસ બોલિવુડનો એક પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તે નાના પડદા પર અનેક ડાન્સ રિયાલિટી શૉમાં જજ તરીકે નજરે પડી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કોરિયોગ્રાફરે લગ્ન ન કરવા અને સિંગલ રહેવાનું કારણ જણાવ્યું છે.

ટેરેન્સ લુઈસે લગ્ન કેમ નથી કર્યા?

તેમના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા લુઈસે લગ્ન ન કરવાનું કારણ જણાવ્યું હતું. IANS સાથેની એક ખાસ વાતચીતમાં ટેરેન્સે ખુલાસો કર્યો કે જિંદગીમાં લગ્નની એક્સપાયરી ડેટ વીતી ચૂંકી છે અને હવે તે લગ્ન બાબતે વિચારી પણ શકતો નથી. તેણે કહ્યું કે, સિંગલ રહીને ખુશ છે અને લગ્ન કરીને વસ્તુઓને વધુ જટિલ બનાવવાની જરૂરિયાત સમજતો નથી.

https://www.instagram.com/p/DPalHhviAk0/?utm_source=ig_web_copy_link

જ્યારે તેના લગ્નની પ્લાનિંગ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે, ટેરેન્સ લુઈસે મજાકમાં કહ્યું કે હવે તે પોતાના અનુભવોમાંથી શીખી ચૂક્યો છે, તો બીજા કોઈના જીવનને મુશ્કેલ બનાવવાનો કોઈ અર્થ નથી. તેની એક્સપાયરી ડેટ વીતી ચૂંકી છે,અને હું હવે લગ્નના શેલ્ફમાંથી બહાર છું. હું સિંગલ રહીને ખૂબ ખુશ છું અને મને લાગે છે કે કોઈનું જીવન શા બરબાદ કરું? મેં પહેલાથી જ મારું પોતાનું જીવન બરબાદ કરી દીધું છે. એટલે મને લાગે છે કે એક દુઃખી વ્યક્તિ બે કરતા વધુ સારી છે.

ટેરેન્સ તાજેતરમાં ડિઝાઇનર્સ વિશાલ અને સોના થવાની માટે શૉસ્ટોપર બન્યો હતો અને તેણે વરરાજા તરીકે રેમ્પ પર ચાલવાનો અનુભવ ખૂબ જ અંજોય કર્યો હતો. કોરિયોગ્રાફરે જણાવ્યું હતું કે તેને વરરાજાનો પોશાક પહેરીને અને આ ભવ્ય શૉકેસનો હિસ્સો બનીને કેટલો ખાસ અનુભવ થયો. તેમણે જણાવ્યું કે આ વોક માત્ર ફેશન બાબતે નહીં, પરંતુ વરરાજાની લાગણીઓ અને સુંદરતા દર્શાવવા બાબતે પણ હતું.

Terence Lewis
indianexpess.com

વર્ક ફ્રંટની વાત કરીએ તો ટેરેન્સ લુઈસે લગાન’, ‘ઝંકાર બીટ્સ’, અને ગોલિયોં કી રાસલીલા રામ-લીલા જેવી બોલિવુડ ફિલ્મો માટે શાનદાર કોરિયોગ્રાફી કરી છે. તેણે અનેક સ્ટેજ શૉ માટે કોરિયોગ્રાફી કરી છે. ટેરેન્સે ઇન્ડિયન કન્ટેમ્પરરી ડાન્સ પ્રદર્શન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, બ્રોડવે અને વેસ્ટ-એન્ડ મ્યૂઝિકલ ડ્રામા, તેમજ મ્યૂઝિક વીડિયો અને ફીચર ફિલ્મો માટે કોરિયોગ્રાફી ડિઝાઇન કરી છે.

તેઓ ઓસ્ટ્રિયાના વિયેનામાં ભારતને રિપ્રેઝન્ટ કરતા પ્રતિષ્ઠિત ડાન્સ વેબ યુરોપ સ્કોલરશીપ મેળવનારો પ્રથમ ભારતીય બન્યો હતો. કોરિયોગ્રાફી ઉપરાંત ટેરેન્સે ટેલિવિઝન પર પણ પોતાની વર્સેટેલિટી દેખાડી છે. તે ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 3’માં કન્ટેસ્ટેન્ટ હતો. તે 2023માં ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3’માં જજ તરીકે દેખાયો હતો. ટેરેન્સ લુઇસે ડાન્સ રિયાલિટી શૉ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’માં પણ જજની ભૂમિકા નિભાવી હતી.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.