દીકરી ભલે ગમે ત્યાં હોય, પણ હંમેશાં બાપના હૈયાની નજીક જ જોઈ છે

(Utkarsh Patel) મારા મતે આ સંસારમાં દીકરી એટલે જીવનો ટુકડો. નસીબવંતા લોકોને ત્યાં જ દીકરી જન્મે. અને દીકરી જન્મે એટલે પિતાનો જીવ પડીકે બંધાય, દીકરીનો બાપ જીવે ત્યાં સુધી એનો જીવ રહે દીકરીમાં. મા થોડી કાઠી બને કેમકે એ પણ કોઈકની દીકરી હોય અને બધું સહન કરી ચૂકી હોય પિતાનું ઘર મુકીને આવે ત્યારે. પણ બાપનું હૈયું હંમેશાં દીકરી માટે હંમેશાં વ્યથિત અને ભીનું રહે.

દીકરી નાની હોય ત્યારથી ઘરમાં ઝાંઝર ખખડે એમ ખડખડાટ મલકાતી હોય. એનું હાસ્ય એટલે જાણે બાપના જીવનમાં ઉનાળાના તડકામાં શીતળ છાયડો. ક્યારેક જમાદારની જેમ પિતા પર રોફ જમાવે અને ક્યારેક લાડકી બની જીદે ચઢીને ધાર્યુ કરાવે એ દીકરી.

દીકરી ભણવા જાય કે ફળિયામાં રમવા જાય માતા પિતાનો જીવ ત્યાં જ હોય જ્યાં દીકરી હોય. દીકરી નાની હોય કે પછી મોટી થઇને શાળા કોલેજ જતી હોય માનો જીવ સતત એની કાળજી લેવામાં પરોવાયેલો હોય! દીકરીના સુખી જીવન માટે જાણે કેટલાય સપના જોતો હોય અને એ સપના પૂરા કરવા રાત દિવસ મજૂરી કરે તેને કહેવાય દીકરીનો બાપ.

જીવનભરની શ્રમની ભેગી કરેલી મૂડી દીકરીના વિવાહમાં વાપરતો બાપ દીકરીને પારકે ઘરે જવા દે દુનિયાના રીતરિવાજ મુજબ. હૈયું ભારે હોય છતાંયે  વ્હાલિ દીકરીને પારકાનું ઘર પોતાનું કરવા વિદાય આપે તે દીકરીના મા બાપ. દીકરી વિદાય તો થાય પણ મા બાપનું હૈયું તો દીકરીની નજીક જ હોય.

દીકરી એટલે બાપના જીવનો ટુકડો અને માનો પડછાયો! દીકરીમાં મા અને બાપ બંનેવની આભા છલકાતી હોય! દીકરી ભલે દૂર હોય પણ એના હૈયામાં સતત મા બાપની લાગણીની ચિંતા હોતી હોય છે અને આજના સંસારમાં દીકરાઓ ખોટું ના લગાડશો પણ તમારા કરતા દીકરીઓ મા બાપની કાળજી લેવામાં હંમેશાં અગ્રેસર રહે છે. વંદન છે આ દિકરીઓને જે પારકાને પોતાના બનાવી એ સંસારમાં લક્ષ્મી રૂપે જીવે અને પોતાના મા બાપની લાગણી પણ કરે.

અગત્યનું:

દીકરીઓની કાળજી લેજો પછી એ તમારી દીકરી હોય કે તમારી પત્ની રૂપે આવેલી કોઈક બાપની દીકરી હોય. દીકરીને હૈયાની નજીક રાખજો.

(સુદામા)

 

About The Author

UD Picture

Top News

પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ

(ઉત્કર્ષ પટેલ) રાજકોટના એક સામાન્ય વર્કશોપમાંથી શરૂ થયેલી યાત્રા આજે વૈશ્વિક ફલક પર ઝળકે છે. પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (પી.જી. જાડેજા)...
Opinion 
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.