- World
- નબળા પાસવર્ડને કારણે ફક્ત 8 મિનિટમાં 900 કરોડની ચોરી; આખી વાત જાણીને તમે નવાઈ પામશો
નબળા પાસવર્ડને કારણે ફક્ત 8 મિનિટમાં 900 કરોડની ચોરી; આખી વાત જાણીને તમે નવાઈ પામશો
લૂવર મ્યુઝિયમ વિશ્વના સૌથી લોકપ્રિય મ્યુઝિયમોમાંનું એક છે. તાજેતરમાં, ચોરી થયા પછી તે સમાચારમાં આવ્યું હતું. 19 ઓક્ટોબરના રોજ, લૂવર મ્યુઝિયમમાં ધોળા દિવસે લૂંટ થઈ હતી. ખુબ જ કિંમતી ઝવેરાતની ચોરીએ હવે એક નવો વળાંક લીધો છે, જેનાથી મ્યુઝિયમની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.
હકીકતમાં, એક તપાસમાં જાણવા મળ્યું છે કે, લૂવર મ્યુઝિયમમાં અસંખ્ય સાયબર સુરક્ષા અને જાળવણી સમસ્યાઓ હતી. ફ્રેન્ચ પ્રકાશન લિબરેશનના અહેવાલ મુજબ, દાયકાઓથી ચાલી રહેલી આ સમસ્યાઓની વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ ક્યારેય તેને પુરી રીતે સરખી કરવામાં આવી ન હતી.
મળતા અહેવાલ મુજબ, પહેલી ચેતવણી ડિસેમ્બર 2014માં ઉઠાવવામાં આવી હતી, જ્યારે ફ્રેન્ચ રાષ્ટ્રીય એજન્સી, Anssiએ મ્યુઝિયમની IT સિસ્ટમ્સનું ઓડિટ કર્યું હતું. આ ઓડિટમાં મ્યુઝિયમનું સુરક્ષા નેટવર્ક શામેલ હતું, જે એલાર્મ, વિડિઓ સર્વેલન્સ અને એક્સેસ કંટ્રોલ સાથે જોડાયેલ છે.

એક ફ્રેન્ચ સરકારી એજન્સીએ 26 પાનાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, મ્યુઝિયમના નબળા પાસવર્ડ અને જૂની સિસ્ટમોને કારણે નિષ્ણાતો નેટવર્કમાં પ્રવેશ મેળવી શકતા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે ફક્ત 'LOUVRE' લખવાથી વિડિઓ સર્વેલન્સ સર્વરની ઍક્સેસ મળતી હતી.

જ્યારે 'THALES' લખવા પર થેલ્સ ગ્રુપ દ્વારા વિકસિત અન્ય એક સોફ્ટવેર અનલોક થયું હતું, એજન્સીએ ચેતવણી બહાર પાડી હતી કે, સુરક્ષા નેટવર્કમાં અસંખ્ય ખામીઓ છે જે હેકર્સ સરળતાથી આંતરિક સિસ્ટમોને ઍક્સેસ કરી શકે છે અને બેજ ઍક્સેસ અથવા વિડિઓ ફીડ્સ બદલી શકે છે.
એજન્સીએ મ્યુઝિયમને પાસવર્ડ મજબૂત કરવા અને તેની સિસ્ટમોને અપગ્રેડ કરવાની સલાહ આપી હતી. જો કે, લુવર મ્યુઝિયમે ક્યારેય જાહેરમાં એવું કહ્યું નથી કે તેણે કેટલા ફેરફારો લાગુ કર્યા છે. 2017માં હાથ ધરવામાં આવેલા અન્ય ઓડિટમાં પણ આ જ પ્રકારની સમસ્યાઓ બહાર આવી હતી.

19 ઓક્ટોબરના રોજ થયેલી ચોરીમાં માત્ર 8 મિનિટ જ લાગી હતી. ચાર ચોરોએ 8.8 કરોડ યુરો (આશરે રૂ. 900 કરોડ)ના દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ છે. ચોરોએ ફિલ્મી શૈલીમાં આ આખી ઘટનાને અંજામ આપ્યો. બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કરીને, તેઓ મ્યુઝિયમની દિવાલ પર ચઢી ગયા, બારી તોડી નાખી અને દાગીના લઈને ભાગી જતા પહેલા ડિસ્પ્લે કેસ તોડી નાખ્યો. આ મામલાની તપાસ હજુ ચાલુ છે, અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

