વાનરોને થેન્ક યૂ કહેવા માટે લોકો તેમના માટે યોજે છે ભવ્ય બૂફે પાર્ટી

તમે મનુષ્યો માટે શાનદાર અને ભવ્ય બુફે પાર્ટી વિશે સાંભળ્યું જ હશે. શક્ય છે કે તમે પણ આવી પાર્ટીનો ભાગ બની ગયા હશો. પરંતુ શું તમે ક્યારેય પ્રાણીઓની બુફે પાર્ટી જોઈ છે? +આજે અમે તમને જે પાર્ટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે ઘણા લોકોને ખબર નહીં હોય.દુનિયાનો એક એવો દેશ છે જ્યાં છેલ્લા 42 વર્ષથી સતત એક તહેવાર ઉજવવામાં આવે છે જેને 'લોપબુરી મંકી બુફે ફેસ્ટિવલ' કહેવામાં આવે છે.

વિશ્વભરમાં કેટલાક લોકોએ સદીઓથી તેમની માન્યતાઓ અને પરંપરાઓને સાચવી રાખી છે અને આજ સુધી તેનું પાલન કરી રહ્યા છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં આવી માન્યતાઓ ધર્મ સાથે સંબંધિત છે. ક્યારેક કોઈ અન્ય કારણોસર, પરંતુ જ્યારે તેને ઘણા દાયકાઓ સુધી સતત અનુસરવામાં આવે છે, ત્યારે તે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે. આવી જ પરંપરા એક શહેરમાં છે જ્યાં દર વર્ષે વાંદરાઓ માટે વિશાળ બુફે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

દુનિયાનો એક એવો દેશ છે જ્યાં બુફે ફેસ્ટિવલનું આયોજન થાય છે, પરંતુ તેમાં માનવોને આમંત્રણ મંળતું નથી, આ બુફે પાર્ટી માત્ર વાનરો માટે હોય છે.

પ્રખ્યાત વાર્ષિક લોપબુરી મંકી બુફે ફેસ્ટિવલ આ વર્ષે 26 નવેમ્બરના દિવસે સવારે 10થી બપોરે 12.00 અને બપોરે 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી +થવા જઈ રહ્યો છે. આ ઇવેન્ટ જ્યાં થઈ રહી છે તે દેશનું નામ થાઈલેન્ડ છે.

આ ભવ્ય બુફે પાર્ટી લોપબુરી શહેરમાં વાટ ફ્રા પ્રાંગ સેમ યોટ મંદિર અને સાન ફ્રા કાન તીર્થ પર યોજાશે, જ્યાં ઘણા વાંદરાઓ રહે છે, અને વાંદરાઓ માટે ફળો અને નાસ્તાથી ભરેલા ભોજન સમારંભના ટેબલો ગોઠવવામાં આવશે.

પ્રથમ વખત 1988 માં એક સ્થાનિક ઉદ્યોગ સાહસિકે આ વિચાર મૂક્યો હતો અને તેની પાછળનો આશય વાંદરાઓનો આભાર માનવોનો, તેમને +થેંક્યુ કહેવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો, કારણકે વાંદરાઓ વર્ષોથી પ્રવાસીઓને આકર્ષે છે અને પ્રાંતનું પ્રતીક બની ગયું છે.

બેંગકોકથી માત્ર 150 કિલોમીટર ઉત્તરમાં, લોપબુરી શહેર તેના સુંદર ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે. વોટ ફ્રા પ્રાંગ સેમ યોટ મંદિર લોપબુરીનું એક પ્રખ્યાત સ્થળ છે. ત્યાં એક બન્યન-ખ્મેર કલા-શૈલીનો સ્તૂપ છે, જેમાં એક પંક્તિમાં એકબીજા સાથે જોડાયેલા ત્રણ ટાવર્સનો સમાવેશ થાય છે. સાન ફ્રા કાન તીર્થ એ લોપબુરી પ્રાંતનું મુખ્ય મંદિર છે, જ્યાં લોકો આશીર્વાદ લેવા આવે છે.

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.