છૂટાછેડાનો અનોખો કેસ- પતિએ કહ્યું કીડની પાછી આપ અથવા રૂપિયા આપી દે

તમે છૂટાછેડાના ઘણા કેસ જોયા હશે, પરંતુ આ કેસ થોડો અલગ છે. સામાન્ય રૂપે સેટલમેન્ટ તરીકે પતિ કે પત્ની પૈસા માગે છે, પરંતુ આ વ્યક્તિએ કિડની જ માગી લીધી. ડૉ. રિચાર્ડ બતિસ્તાએ પત્ની પાસે કિડની પાછી માગી છે, જે તેણે તેને ડૉનેટ કરી હતી. તેમણે કહ્યું કે, જો કિડની નહીં આપી શકે તો 1.2 મિલિયન પાઉન્ડ આપો. આ કેસ અમેરિકાનો છે. તો આ કેસ વર્ષ 2009નો છે. તેની પત્ની ડૉનેલથી વર્ષ 1990માં લગ્ન થયા હતા. બંનેના 3 બાળકો છે, પરંતુ પત્ની બીમાર રહેવાના કારણે લગ્નમાં પરેશાની આવવા લાગી.

ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, વર્ષ 2001માં બતિસ્તાએ પોતાની પત્નીને કિડની ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. તેની બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, તેની પહેલી પ્રાથમિકતા પત્નીની જિંદગી બચાવવાની છે અને બીજી લગ્નને સંભાળવાની છે. પરંતુ તેના 4 વર્ષ બાદ જ તેની પત્ની ડૉનેલે છૂટાછેડા ફાઇલ કરી દીધા. તેનાથી બતિસ્તા ખૂબ નિરાશ થઈ ગયો. તેણે પત્ની પર અફેર હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે અથવા તો કિડની પાછી કરે કે પૈસા આપે.

એવામાં મેડિકલ એક્સપર્ટે કહ્યું કે, કિડની પરત કરવું સંભવ નથી. કિડની પાછી આપવા માટે ડૉનેલનું ફરી ઓપરેશન કરવું પડશે. તેનાથી તેના જીવને જોખમ થઈ શકે છે એટલે કિડની પરત નહીં આપી શકાય. હવે એ કિડની ડૉનેલની થઈ ગઈ છે કેમ કે તેના શરીરમાં છે. જો કે, બાદમાં ડૉ. બતિસ્તાની કોઈ પણ માગ પૂરી ન થઈ. નાસાઉ કાઉન્ટી સુપ્રીમ કોર્ટે તેમના અનુરોધને ફગાવી દીધો. કોર્ટે 10 પાનાંનો નિર્ણય સંભળાવ્યો. મેટ્રોમોનિયલ રેફરી જેફરી ગ્રોબે કહ્યું કે, ફરિયાદીનું વળતર અને કિડની માગવું ન માત્ર કાયદા મુજબ થતા સમાધાનની વિરુદ્ધ છે, પરંતુ સંભવિત રૂપે ફરિયાદીને ગુનાહિત કેસમાં ફસાવી શકે છે.

Top News

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ...
National 
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક IAS અધિકારી કાન પકડીને ઉઠક બેઠક કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ધરણાં...
National 
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, સુરતના ટીમ ભવાની, સુરત દ્વારા આયોજિત દ. ગુજરાતના જ્ઞાતિજનોનો બળેવ સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ...
Gujarat 
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન
Copyright (c) Khabarchhe All Rights Reserved.