કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા

ભારતીય મૂળના સિટી કાઉન્સિલ સભ્ય નિત્યા રમને લોસ એન્જલસના મેયરની ચૂંટણી જીતી છે, તેમણે વર્તમાન મેયર કરેન બાસને હરાવ્યા છે.

થોડા અઠવાડિયા પહેલા જાહેરમાં કરેન બાસને ટેકો આપનારા નિત્યા રમને હવે વર્તમાન મેયરને હરાવ્યા છે. 2020માં લોસ એન્જલસ સિટી કાઉન્સિલમાં પ્રથમ વખત ચૂંટાયેલા નિત્યા રમન ફેબ્રુઆરીમાં મેયરની રેસમાં ઉતર્યા હતા.

SC1
facebook.com/SupremeCourtOfIndia

1981માં કેરળમાં જન્મેલા નિત્યા રમન 6 વર્ષની ઉંમરે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા અને 22 વર્ષની ઉંમરે અમેરિકન નાગરિક બન્યા હતા. નિત્યાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પોતાનો અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માંથી (અર્બન પ્લાનિંગ) શહેરી આયોજનમાં માસ્ટર ડિગ્રી મેળવી.

ચૂંટણી રાજકારણમાં પ્રવેશતા પહેલા, નિત્યા રમને 'ટ્રાન્સપરન્ટ ચેન્નાઈ'ની સ્થાપના કરી, જે એક શહેરી સંશોધન સંસ્થા છે, જે સાફ-સફાઈ અને નાગરિક સુવિધાઓને વધુ સારી કરવા માટે કામ કરે છે.

2013માં લોસ એન્જલસ ગયા પછી, તેમણે શહેરના મ્યુનિસિપલ વહીવટી અધિકારી સાથે કામ કર્યું, 'સેલાહ નેબરહુડ હોમલેસ ગઠબંધન' બનાવવામાં મદદ કરી, અને 'ટાઈમ્સ અપ એન્ટરટેઈનમેન્ટ'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી.

Nithya-Raman
jagran.com

લોસ એન્જલસના મેયરની ચૂંટણીમાં, બંને ઉમેદવારોએ જાહેર સલામતી, સસ્તા આવાસ અને બેઘરતા માટે અલગ અલગ અભિગમો રજૂ કર્યા. આ સ્પર્ધા જોત જોતામાં પેઢીગત અને રાજકીય યુદ્ધમાં બદલાઈ ગઈ.

કરેન બાસને શહેરના મુખ્ય રાજકીય પક્ષોનો ટેકો મળ્યો, જેમાં લોસ એન્જલસ કાઉન્ટી ફેડરેશન ઓફ લેબર અને કાઉન્ટીની ડેમોક્રેટિક પાર્ટીનો સમાવેશ થાય છે.

જ્યારે, નિત્યા રમનને એવા જૂથોનો ટેકો મળ્યો જેમણે તાજેતરના વર્ષોમાં સિટી હોલમાં પોતાની હાજરી દર્શાવી છે. આમાં ડાબેરી 'ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સ ઓફ અમેરિકા' અને ટ્રાન્સપોર્ટેશન માટે કામ કરતુ ગ્રુપ 'સ્ટ્રીટ્સ ફોર ઓલ'નો સમાવેશ થાય છે.

Nithya-Raman1
ndtv.com

ચૂંટણીના અંતિમ દિવસોમાં, બંને ઉમેદવારોએ ખૂબ જ અલગ અલગ પ્રચાર વ્યૂહરચના અપનાવી. બાસે વૃદ્ધ મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે વેસ્ટ એડમ્સ અને નોર્થરિજમાં વરિષ્ઠ કેન્દ્રોની મુલાકાત લીધી, જ્યાં તેમણે વૃદ્ધ રહેવાસીઓ સાથે ડાન્સ પણ કર્યો.

બીજી બાજુ, નિત્યા રમણે બાર, નાઈટક્લબ અને કોલેજ કેમ્પસમાં પ્રચાર કર્યો, સિટી હોલમાં પરિવર્તનની હિમાયત કરી.

About The Author

Related Posts

Top News

હવે હાઇબ્રિડ કારો મચાવશે ધમાલ, આવશે 5 નવા મોડેલ્સ, આ કંપનીઓએ શરૂ કરી દીધી તૈયારીઓ

હાઇબ્રિડ વાહનો ભારતમાં ધીમે-ધીમે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2029 સુધીમાં આ સેગમેન્ટમાં વાર્ષિક વૃદ્ધિ દર આશરે ...
Tech and Auto 
હવે હાઇબ્રિડ કારો મચાવશે ધમાલ, આવશે 5 નવા મોડેલ્સ, આ કંપનીઓએ શરૂ કરી દીધી તૈયારીઓ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 08-11-2026 દિવસ: રવિવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય શહેરોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવાની યોજના અંગે વિદેશી એરલાઇન્સે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો...
National 
શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા

ભારતીય મૂળના સિટી કાઉન્સિલ સભ્ય નિત્યા રમને લોસ એન્જલસના મેયરની ચૂંટણી જીતી છે, તેમણે વર્તમાન મેયર કરેન બાસને હરાવ્યા...
World 
કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.