- Tech and Auto
- હવે હાઇબ્રિડ કારો મચાવશે ધમાલ, આવશે 5 નવા મોડેલ્સ, આ કંપનીઓએ શરૂ કરી દીધી તૈયારીઓ
હવે હાઇબ્રિડ કારો મચાવશે ધમાલ, આવશે 5 નવા મોડેલ્સ, આ કંપનીઓએ શરૂ કરી દીધી તૈયારીઓ
હાઇબ્રિડ વાહનો ભારતમાં ધીમે-ધીમે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2029 સુધીમાં આ સેગમેન્ટમાં વાર્ષિક વૃદ્ધિ દર આશરે 24.81% રહેવાની ધારણા છે. એટલે કે 2025ની તુલનામાં બજારનું કદ લગભગ બમણું થઈ શકે છે. હાલમાં, આ સેગમેન્ટમાં ટોયોટા કિર્લોસ્કર મોટર સૌથી આગળ છે, જેની પાસે બજાર હિસ્સો 80% થી વધુ છે. તેના મોડેલ્સ અર્બન ક્રૂઝર હાઇરાઇડર અને ઇનોવા હાઇક્રોસ જેવી ગાડીઓ ખૂબ જ લોકપ્રિય છે. મારુતિ સુઝુકી અને હોન્ડા પણ આ સેગમેન્ટમાં આગળ વધી રહી છે.
હવે આ સેગમેન્ટમાં સ્પર્ધા હજી વધવાની છે કેમ કે હુન્ડાઈ, કિયા, રેનૌલ્ટ અને નિસાન જેવી કંપનીઓ નવી હાઇબ્રીડ SUV લાવવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને મોટી ફેમિલી માટે 7-સીટર હાઇબ્રીડ SUVsના નવા વિકલ્પ આવવાના છે.
મારુતિ અને ટોયોટા
મારુતિ ગ્રાન્ડ વિટારા અને ટોયોટા હાઇરાઇડરના 7-સીટર વર્ઝન પણ આવવાની તૈયારીમાં છે. મારુતિ સુઝુકીએ 4.5 મીટરથી વધુ લંબાઈ ધરાવતી નવી 3-રો SUVની પુષ્ટિ કરી છે, જે ગ્રાન્ડ વિટારા પર આધારિત હોવાની શક્યતા છે. તેમાં પેટ્રોલ, મજબૂત હાઇબ્રિડ અને CNG ત્રણેય એન્જિન વિકલ્પો મળી શકે છે. તો, ટોયોટા પણ હાલમાં હાઇરાઇડરના 7-સીટર મોડલનું પરીક્ષણ પણ કરી રહી છે, જે 5-સીટર વર્ઝનથી લાંબી હશે, પરંતુ પ્લેટફોર્મ અને ફીચર્સ લગભગ એ જ રહેશે. આ ગાડીઓ 2026ના અંત સુધીમાં બજારમાં આવવાની ધારણા છે.
કિયા અને રેનૌલ્ટ લાવશે આ મોડેલ
કિયા સોરેન્ટોને પણ 7-સીટર હાઇબ્રિડ SUV તરીકે 2026ના અંત કે 2027ની શરૂઆતમાં લોન્ચ કરી શકાય છે. આ કિયાની પ્રથમ હાઇબ્રિડ કાર હશે અને તેમાં 1.5-લીટર પેટ્રોલ-હાઇબ્રિડ એન્જિન મળવાની શક્યતા છે. વૈશ્વિક બજારોમાં આ SUV વિવિધ એન્જિન વિકલ્પો સાથે આવે છે.
રેનૌલ્ટ બોરિયલ નવી નવા ડસ્ટરની 3-રો વર્ઝન હશે. તેમાં 1.8-લીટર પેટ્રોલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટર અને બેટરીનું કોમ્બિનેશન મળશે, જેનાથી કુલ મળીને લગભગ 160 PS પાવર અને 172 Nm ટોર્ક મળશે. તો, Hyundai Ni1i 7-સીટર હાઇબ્રિડ SUV Hyundai Tucsonના લાંબા-વ્હીલબેઝ મોડેલ પર આધારિત હોઈ શકે છે. તેમાં 1.5-લીટર પેટ્રોલ એન્જિનનું ઇલેક્ટ્રિફાઇડ વર્ઝન આપી શકાય છે.

