- World
- નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર ડોનાલ્ડ ટ્રમ્પનું દુઃખ છલકાયું, 'હું જ યોગ્ય વિજેતા છું, મારિયાએ પણ સ...
નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર ડોનાલ્ડ ટ્રમ્પનું દુઃખ છલકાયું, 'હું જ યોગ્ય વિજેતા છું, મારિયાએ પણ સ્વીકાર કર્યું'
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે 2025 નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ 'મારા સન્માનમાં' તે સ્વીકાર્યું.
મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, 'જે વ્યક્તિને ખરેખર નોબેલ પુરસ્કાર મળ્યો હતો તેણે આજે મને ફોન કરીને કહ્યું, 'હું તેને તમારા સન્માનમાં સ્વીકારી રહી છું, કારણ કે ખરેખર તમે તેના લાયક છો.' તે ખૂબ જ સારી વાત છે.'
ટ્રમ્પે મજાક મજાકમાં કહ્યું કે, 'જોકે, મેં ત્યારે તેમને એમ નહોતું કહ્યું કે, 'તે મને આપી દો' એવું કહ્યું નહોતું.' ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું, 'હું ખુશ છું, કારણ કે મેં લાખો લોકોના જીવ બચાવ્યા છે.'
નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર ફક્ત વેનેઝુએલાના લોકોને જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ સમર્પિત કર્યો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું, 'હું આ પુરસ્કાર વેનેઝુએલાના પીડિત લોકો અને અમારા હેતુને નિર્ણાયક સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્પિત કરું છું.'
https://twitter.com/MariaCorinaYA/status/1976642376119549990
આ અગાઉ, વ્હાઇટ હાઉસે નોબેલ સમિતિના નિર્ણયની ટીકા કરી હતી, અને દાવો કર્યો હતો કે, યોગ્યતા કરતાં રાજકારણ મોટી ભૂમિકા ભજવે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સ્ટીવન ચેઉંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પ શાંતિ કરારોમાં મધ્યસ્થી કરવાનું, યુદ્ધોનો અંત લાવવાનું અને જીવન બચાવવાનું ચાલુ રાખશે. તેમની પાસે માનવતાવાદી હૃદય છે, અને તેમના જેવું કોઈ નહીં હોય.'
ટ્રમ્પ લાંબા સમયથી કહેતા હતા કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારને લાયક છે, તેમણે વિશ્વભરમાં સંઘર્ષોનો અંત લાવવાના તેમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આઠ શાંતિ કરારોમાં મધ્યસ્થી કરવાનો પોતાનો દાવો પુનરાવર્તિત કર્યો હતો, જેમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનો એક અને ભારત અને પાકિસ્તાન સાથે સંકળાયેલો બીજા કરારનો સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું, 'ભારત અને પાકિસ્તાનના કિસ્સામાં, સાત વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા, તે એક ખરાબ પગલું હતું, અને મેં તે મોટાભાગે વેપાર દ્વારા કર્યું હતું.'
ટ્રમ્પે કહ્યું, 'મેં ટેરિફ વિશે વાત કરી હતી. મેં કહ્યું, જુઓ, જો તમે આવું કરવા જઈ રહ્યા છો, તો અમે તમારા દેશ પર ખૂબ મોટા ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ. અને તે બંને ખૂબ સારા હતા, તેમણે લડવાનું બંધ કરી દીધું, અને તે બે પરમાણુ શક્તિઓ ધરાવતા હતા.' જોકે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસીય લશ્કરી સંઘર્ષને ઉકેલવાનો શ્રેય વારંવાર લીધો છે, ભારતે ટ્રમ્પના દાવાઓને નકારી કાઢ્યા છે.
મારિયા મચાડોને વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને સરમુખત્યારશાહીથી લોકશાહીમાં ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ માટેના તેમના સંઘર્ષ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.

