ક્લાસમાં મોબાઈલનો ઉપયોગ કરતી છાત્રા પાસેથી ફોન છીનવી લેતા ઉઠાવ્યું ભયાનક પગલું

આજના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ કે બાળકો પહેલા જેવા નિર્દોષ નથી રહ્યા. તેમ જ તેઓને વડીલો માટે માન અને મર્યાદા નથી રહી. ઘણી વખત આવા ચિત્રો અને ઘટનાઓ જોવા મળે છે, જ્યાં છોકરાઓ અને છોકરીઓને તેમની ભૂલો બતાવવી અથવા તેમને સાચી વાત શીખવી પસંદ નથી. તેઓ આવા લોકોથી કંટાળી જાય છે, જેઓ તેમને સલાહ આપે છે અને તેમને સુધારવાનું શીખવે છે. કેટલીકવાર બાળકો તેમનો દિમાગ પર કાબુ પણ ગુમાવી દે છે. એક શાળાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં શિક્ષકે ક્લાસમાં મોબાઈલનો ઉપયોગ કરતી છોકરીનો ફોન આંચકી લીધો, પછી જુઓ છોકરીએ શું કર્યું.

ટ્વિટર એકાઉન્ટ @OnlyBangersEth પર શેર કરવામાં આવેલ વિડિયોમાં, એક શાળાના વિડિયોમાં એક છોકરી વિદ્યાર્થીએ તેના શિક્ષકના ચહેરા પર મરીનો સ્પ્રે છાંટી રહી છે. વાસ્તવમાં છોકરી ચાલુ ક્લાસ રૂમમાં મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી, જેને જોઈને ટીચરે ફોન આંચકી લીધો. જેના કારણે ઉશ્કેરાયેલી વિદ્યાર્થીનીએ આ વિચિત્ર પગલું ભર્યું હતું. આ મામલો અમેરિકાનો છે.

વિડિયોમાં, ચાલુ ક્લાસે વિદ્યાર્થીની પોતાના મિત્રોની સાથે બેસીને મોબાઈલ નો ઉપયોગ કરતી હતી. તે જોઈને શિક્ષકે તેનો ફોન છીનવી લીધો અને વર્ગખંડની બહાર નીકળી ગયો. પરંતુ વિદ્યાર્થિની કોઈ પણ જાતના ડર વિના શિક્ષકની પાછળ ક્લાસની બહાર ગઈ અને તેને વારંવાર ફોન પરત કરવાનું કહેતી રહી. પરંતુ ફોન પાછો માંગતી વખતે યુવતીને જરાય શરમ ન હતી. ઊલટાનું, તે શિક્ષક પાસેથી ખુબ મોટા અવાજે અને રુઆબદાર રીતે પોતાનો ફોન પાછો માંગી રહી હતી. સોરી પણ નહિ, કોઈ ભલામણ પણ નહિ, યુવતીની સ્ટાઈલ સીધી ધમકી આપવાની હતી. જ્યારે શિક્ષક સંમત ન થયો, ત્યારે છોકરીએ તેના ચહેરા પર મરીનો સ્પ્રે છાંટ્યો હતો. શાળામાં એક વિદ્યાર્થીનીનો શિક્ષક સાથેનો આ પ્રકારનો વ્યવહારે બધાને ચોંકાવી દીધા. જેણે પણ વીડિયો જોયો છે, તે માને છે કે તે ખૂબ જ ખોટું છે. છોકરીએ આના માટે માફી માંગવી જોઈએ.

ઘણા લોકો છોકરી સામે કાયદાકીય કાર્યવાહીની વાત કરવા લાગ્યા. યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાંથી એકે લખ્યું છે, શિક્ષક પર હુમલો કરવા બદલ તેને હાંકી કાઢવો જોઈએ. બીજાએ લખ્યું, આવું ત્યારે થાય છે, જ્યારે તમે બાળકોને તેની ભૂલ પર મારતા નથી. તો અન્ય એક યુઝરે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો અને લખ્યું, મને લાગે છે કે છોકરીએ ચોક્કસપણે ઓવર રિએક્ટ કર્યું છે. કારણ કે તેનો ફોન છીનવાઈ ગયો હતો. હિંસા તેનો ઉકેલ નથી. જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે અમેરિકાની શાળાઓમાં આવી ઘટનાઓ સામે આવી હોય. આ પહેલા એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને તેની વીડિયો ગેમ છીનવી લેવા પર મુક્કા મારીને બેભાન કરી દીધી હતી.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.