- World
- આ દેશ પર ગુસ્સે થયું ઉત્તર કોરિયા, કહ્યું- 'શાંતિ માટે તે કેન્સર સમાન છે'
આ દેશ પર ગુસ્સે થયું ઉત્તર કોરિયા, કહ્યું- 'શાંતિ માટે તે કેન્સર સમાન છે'

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ વધી ગયું છે. આ દરમિયાન, ઉત્તર કોરિયાએ કહ્યું છે કે, ઈઝરાયલ મધ્ય પૂર્વની શાંતિ માટે કેન્સર છે અને વિશ્વની શાંતિ અને સુરક્ષાને બગાડનાર મુખ્ય ગુનેગાર છે.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના પ્રવક્તાએ ઈરાન પર ઈઝરાયલના હુમલાની નિંદા કરી, તેને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો અને ચેતવણી આપી કે તે અસ્થિર મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધને વેગ આપવાનો ભય રાખે છે.

કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી KCNA અનુસાર, ગુરુવારે દેશના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેમનો દેશ ઈરાનના નાગરિકો, પરમાણુ અને ઉર્જા સ્થળો પર ઈઝરાયલના લશ્કરી હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે અને તેની સખત નિંદા કરે છે.
પ્રવક્તાએ કહ્યું કે ઈઝરાયલી હુમલાઓમાં નાગરિકોની હત્યા 'માનવતા વિરુદ્ધ અક્ષમ્ય ગુનો' છે. તેમણે ઈઝરાયલ પર રાજ્ય-પ્રાયોજિત આતંકવાદનો આરોપ લગાવ્યો, જે પ્રદેશમાં વ્યાપક યુદ્ધનું જોખમ વધારી રહ્યું છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની શરૂઆતથી, એવું માનવામાં આવે છે કે અમેરિકા તેના સાથી ઈઝરાયલ સાથે આ યુદ્ધમાં જોડાઈ શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે, US પ્રમુખ ટ્રમ્પે મંગળવારે તેના સાથી દેશોને કહ્યું હતું કે તેમણે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે, પરંતુ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દે છે કે નહીં તે જોવા માટે તેને હાલ માટે મુલતવી રાખી છે.
એવું માનવામાં આવે છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાનના ફોર્ડો ભૂગર્ભ યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કરી શકે છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારે અને તેના યુરેનિયમ સંવર્ધનને બંધ કરે, જેથી તે ભવિષ્યમાં પરમાણુ બોમ્બ બનાવી ન શકે. પરંતુ ઈરાને ટ્રમ્પના બિનશરતી શરણાગતિના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. આનાથી ગુસ્સે થઈને ટ્રમ્પે બુધવારે કહ્યું, 'હું ઈરાન પર હુમલો કરી પણ શકું છું, અને હુમલો ન પણ કરું.'

આ તરફ, ઉત્તર કોરિયાએ અમેરિકા અને યુરોપિયન દેશોને આ યુદ્ધમાં દખલ ન કરવા ચેતવણી આપી છે.
કોરિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'દુનિયા સમક્ષ વર્તમાન પરિસ્થિતિ સાબિત કરે છે કે, અમેરિકા અને પશ્ચિમી દેશોના સમર્થનથી આગળ વધી રહેલું ઈઝરાયલ મધ્ય પૂર્વમાં શાંતિ માટે કેન્સર જેવું છે અને તે વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને બગાડવાનો મુખ્ય ગુનેગાર છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અમેરિકા અને પશ્ચિમી દળો પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેઓ યુદ્ધની જ્વાળાઓને ભડકાવી રહ્યા છે અને પીડિત ઈરાનના કાયદેસર સાર્વભૌમત્વ અને સ્વ-બચાવના અધિકારના ઉપયોગ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.'

ઉત્તર કોરિયાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે US પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનના મામલે તેમની ધીરજનો અંત આવી ગયો છે.
ઉત્તર કોરિયાએ અમેરિકાને આમ ન કરવા વિનંતી કરી અને ચેતવણી પણ આપી કે, અમેરિકા અને તેના સાથી દેશોના પગલાં 'મધ્ય પૂર્વની પરિસ્થિતિને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે.'
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)