- World
- ટ્રમ્પે બેઘર લોકોને ગણાવ્યા ગંદકી, બોલ્યા- ‘તેમને અમેરિકાની રાજધાનીથી બહાર કરીશું’
ટ્રમ્પે બેઘર લોકોને ગણાવ્યા ગંદકી, બોલ્યા- ‘તેમને અમેરિકાની રાજધાનીથી બહાર કરીશું’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોને કારણે દરરોજ લાઈમલાઇટ રહે છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમણે DC મેટ્રોપોલિટન પોલીસ વિભાગને નિયંત્રણ સોંપવા માટે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા હોમ રૂલ એક્ટ લાગૂ કરી દીધો છે. આ એક ખૂબ જ અસાધારણ અને વિવાદાસ્પદ પગલું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, ‘નેશનલ ગાર્ડના સૈનિકોને કાયદો-વ્યવસ્થા અને સાર્વજનિક સુરક્ષાને પુનઃસ્થાપિત કરવા માટે વોશિંગ્ટન, DCમાં તૈનાત કરવામાં આવશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે તેમને કોઈપણ પ્રતિબંધ વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવાની મંજૂરી આપવામાં આવે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયાને કહ્યું કે, ‘હું વોશિંગ્ટન DCમાં કાયદો-વ્યવસ્થા અને પબ્લિક સિક્યોરિટીને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે નેશનલ ગાર્ડ તૈનાત કરી રહ્યો છું.’ તેમની સાથે રક્ષા સચિવ પીટ હેગસેથ અને એટર્ની જનરલ પામ બોન્ડી સહિત પ્રશાસનિક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણી રાજધાની હિંસક ગેંગ અને લોહિયાળ ગુનેગારોના કબજામાં છે.’
નેશનલ ગાર્ડ યુનિટ લોજિસ્ટિક્સ, પરિવહન અને અન્ય કાર્યોમાં મદદ કરશે. તેનો હેતુ સ્થાનિક પોલીસને ધરપકડ કરવા માટે વધુ સમય આપવાનો છે. ટ્રમ્પ દ્વારા આ વર્ષની શરૂઆતમાં લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડની તૈનાત કરવા બરાબર જ છે. આ પગલું કેલિફોર્નિયાના ડેમોક્રેટ ગવર્નર ગેવિન ન્યૂસમની ઇચ્છા પર લેવામાં આવ્યું હતું. આ કારણે ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા.
ટ્રમ્પ એક દાયકા જૂના કાયદામાં આપવામાં આવેલા ઈમરજન્સી પાવર હેઠળ શહેરના પોલીસ વિભાગનો અસ્થાયી નિયંત્રણ હાંસલ કરવામાં સક્ષમ છે. આ વોશિંગ્ટનના 700,000થી વધુ રહેવાસીઓને મેયર અને નાગર પરિષદના સભ્યોને ચૂંટવા માટે રાજકીય સ્વાયત્તતા આપે છે. ટ્રમ્પે કહ્યું કે, આ સંયુક્ત પ્રયાસ બેઘરતા અને હિંસક ગુનાઓને લક્ષ્ય બનાવવા માટે છે. તમે પોતાના એપાર્ટમેન્ટ અથવા ઘરમાંથી બહાર નીકળીને સુરક્ષિત અનુભવ કરો છો અને અખબાર ખરીદવા અથવા બીજું કંઈક ખરીદવા માટે દુકાનમાં જવા માગો છો. અત્યારે તમારી પાસે તે નથી.’
ટ્રમ્પે વોશિંગ્ટન DCમાં ગુનાનો સામનો કરવાનો સંકલ્પ લીધો છે. પોતાનો આ સંકલ્પ પૂર્ણ કરવા માટે ટ્રમ્પે બેઘર લોકોને DCમાંથી બહાર જવા કહ્યું છે. ટ્રમ્પની આગેવાનીવાળા વ્હાઇટ હાઉસે વોશિંગ્ટન DCની તુલના ઇરાકના બગદાદ સાથે કરી છે, જેનો મેયરે સખત વિરોધ કર્યો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે શહેરને અગાઉ કરતા વધુ સુરક્ષિત અને વધુ સુંદર બનાવવાની પોતાની યોજના બાબતે પણ વાત કરી હતી.
ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા સાઇટ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, ‘બેઘરોએ તાત્કાલિક બહાર નીકળવું પડશે. અમે તમને રહેવા માટે જગ્યા આપીશું, પરંતુ રાજધાનીથી દૂર. ગુનેગારો, તમારે બહાર જવાની જરૂર નથી. અમે તમને એજ જેલમાં નાખી દઈશું.’ તંબુઓ અને કચરાની તસવીરો સાથે. કોઈ મિસ્ટર ગાઇ' નહીં હોય. અમે પોતાની રાજધાની પાછી ઇચ્છીએ છીએ. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!’
વોશિંગ્ટનના મેયર મુરિયલ બોસર જે ડેમોક્રેટ છે, તેમણે કહ્યું કે, ‘આપણે ત્યાં ગુનામાં કોઈ વધારો થઇ રહ્યો નથી.’ ટ્રમ્પે ગયા મહિને એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બેઘર લોકોની ધરપકડ કરવાનું સરળ થઈ ગયું છે. તેમણે ગયા અઠવાડિયે વોશિંગ્ટન DCના રસ્તાઓ પર ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીઓને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.

