સોનેરી વાળ, વાદળી આંખોવાળી સિડની સ્વીની માટે ટ્રમ્પનું દિલ ધડક્યું?

હવે અમે તમને ડોનાલ્ડ ટ્રમ્પની એક બીજી નવી 'મશીનગન' વિશે જણાવીશું. જે છેલ્લા 24 કલાકથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહી છે. તાજેતરમાં ટ્રમ્પ તેમના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટની પ્રશંસા કરી રહ્યા હતા, તેમને 'મશીનગન' કહી રહ્યા હતા, અને હવે તે જ ટ્રમ્પ 'સિડની'ના ચાહક બની ગયા છે. સિડનીથી અમારો મતલબ ઓસ્ટ્રેલિયાનું તે શહેર નથી, પરંતુ એક અભિનેત્રીનું નામ છે.

ભારત સાથેના ટેરિફ તણાવ વચ્ચે, અભિનેત્રી સિડની સ્વીનીના ડેનિમ જીન્સની જાહેરાત વાયરલ થતાં જ, ટ્રમ્પ પોતાનો બધો તણાવ ભૂલી ગયા અને સિડનીના ચાહક બની ગયા. જ્યારથી ટ્રમ્પને ખબર પડી કે, સિડની એક રજિસ્ટર્ડ રિપબ્લિકન છે, તેમણે તેને 'શાનદાર' કહી છે. સોમવારે, જ્યાં એક તરફ ટ્રમ્પ ભારતને ટેરિફની ધમકી આપી રહ્યા હતા, ત્યાં બીજી તરફ તેઓ મીડિયાને કહી રહ્યા હતા, 'જો સિડની સ્વીની એક રજિસ્ટર્ડ રિપબ્લિકન છે, તો મને લાગે છે કે તેની જાહેરાત શાનદાર છે!'

Trump,-Sydney-Sweeney
youtube.com

અગાઉ, એક TV ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે તેમના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 'તે સ્ટાર બની ગઈ છે. તે ચહેરો, તે મગજ, તે હોઠ, જે રીતે તે ઉપર નીચે થાય છે, એવું લાગે છે કે જાણે તે કોઈ મશીનગન હોય.' ટ્રમ્પના આ નિવેદનોથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી રહ્યો છે. કેટલાક આ આખી જાહેરાતને જાતિવાદી ગણાવી રહ્યા છે અને ટ્રમ્પ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો, કેટલાક કહી રહ્યા છે કે જો તે રિપબ્લિકન ન હોત, તો શું તે ઓછી અમેરિકન હોત? શું રિપબ્લિકન હોવા કરતાં અમેરિકન હોવું ઓછું મહત્વનું છે?

Trump,-Sydney-Sweeney4
extra.ie

ખરેખર, આખો મામલો એ છે કે, અમેરિકન ઇગલ નામની કંપનીએ 23 જુલાઈના રોજ એક જાહેરાત બહાર પાડી હતી. આ જાહેરાતની ટેગલાઇન હતી, સિડની સ્વીનીના જીન્સ ખૂબ સારા છે. શબ્દો સાથે રમતા, તેમાં 'જીન' અને 'જીન્સ' વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો હતો. જાહેરાતના વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, 'જીન માતાપિતાથી બાળકોમાં પસાર થાય છે, જે ઘણીવાર વાળનો રંગ, વ્યક્તિત્વ અને આંખનો રંગ જેવા લક્ષણો નક્કી કરે છે. મારી જીન્સ વાદળી છે.' આ પછી, જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, 'સોનેરી વાળ, વાદળી આંખોવાળી સ્વીનીના જીન્સ મહાન છે.'

Trump,-Sydney-Sweeney5
smh.com.au

27 વર્ષીય વાદળી આંખોવાળી હોલીવુડ અભિનેત્રી અને મોડેલ સિડની સ્વીની સંબંધિત આ જાહેરાત પર જ્યારે હોબાળો થયો, ત્યારે કંપનીએ સ્પષ્ટતા કરી કે, તેમની જાહેરાતમાં ફક્ત જીન્સ વિશે વાત કરવામાં આવી રહી છે, જિનેટિક્સ વિશે નહીં. જાતિવાદ સંબંધિત આ વિવાદો વચ્ચે, ટ્રમ્પે અભિનેત્રી સિડની સ્વીનીની દિલથી પ્રશંસા કરી. ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને, તેમણે કહ્યું કે, સિડની સ્વીનીની જાહેરાત 'ખુબ ગરમ' છે અને તેને સમર્થન મળવું જોઈએ.

Trump,-Sydney-Sweeney1
timesofindia.indiatimes.com

આ દરમિયાન, અભિનેત્રી સિડનીના રિપબ્લિકન પાર્ટી સાથેના જોડાણની પણ પુષ્ટિ થઈ છે. એક સ્થાનિક સમાચારપત્રના અહેવાલ અનુસાર, રેકોર્ડ્સ દર્શાવે છે કે, સિડની સ્વીનીએ ફ્લોરિડા કીઝમાં રિસોર્ટ ખરીદ્યા પછી તરત જ 14 જૂન, 2024ના રોજ ફ્લોરિડામાં મતદાન કરવા માટે રિપબ્લિકન તરીકે નોંધણી કરાવી હતી. આ દરમિયાન, સ્વીનીના સમર્થનમાં ટ્રમ્પના નિવેદન પછી, સંબંધિત ડેનિમ કંપનીના શેરમાં ઉછાળો આવ્યો છે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.