મેક્સિકોમાં એલિયનની મમી મળવાનો દાવો, દાવાથી હેરાન દુનિયા, પણ આ વાત પર ઉઠ્યા સવાલ

On

ગજબની પ્રદર્શની લગાવવામાં આવી, પોતાને એલિયન અને UFOના એક્સપર્ટ બતાવનારે બાહ્ય દુનિયાથી લાવવામાં આવેલી બે એલિયનની મમી દેખાડી. જોવા પહોંચ્યા મેક્સિકો સરકારના ઉચ્ચ અધિકારી અને કોંગ્રેસના લોકો. પોતાને UFO એક્સપર્ટ બતાવનારા વ્યક્તિનું નામ છે જૈમી મૉસન. જે એક પત્રકાર છે, એલિયન બાબતે ઘણું લખે છે. આ પ્રદર્શનીમાં જૈમીએ મેક્સિકોની સારકર અને કોંગ્રેસના પ્રતિનિધિઓ સામે દાવો કર્યો કે, આ બે એલિયનની મમી બીજી દુનિયાથી આવી છે.

જૈમીનો દાવો છે કે આ બંને એલિયન મમી વર્ષ 2017ના પેરૂ પાસે મળ્યા હતા. તે આકારમાં નાના છે. બીજું તે ચોકના રંગના દેખાય છે. બંનેની હથેળીઓ પર 3-3 આંગળીઓ છે. તેમના શરીર અને માથા ચોંટેલા છે. જૈમીએ કહ્યું કે, આ બંને ગેર- માણસી જીવ છે, જેમની ઉત્પત્તિ આપણાં જેવી તો જરાય નથી. તેમણે આ બંનેને એલિયન સાબિત કરવા માટે લેખિત શપથ પણ દેખાડ્યું. તેમનો દાવો છે કે આ બંને એલિયન મમી 1000 વર્ષથી પેરૂ પાસે એક જગ્યાએ જમીનમાં દબાયેલી હતી.

ત્યારબાદ મેક્સિકોની નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટીમાં તેની કાર્બન ડેટિંગ કરાવવામાં આવી, જેથી તેની ઉંમરની સાચી જાણકારી મળી શકે. ત્યારબાદ યુનિવર્સિટીએ નકારી દીધું. તેના માટે તેણે નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમારા વૈજ્ઞાનિકોએ આ બંને એલિયન મમીની તપાસ કરી નથી. જો કે, દુનિયાભરના વૈજ્ઞાનિક જેમિની વાતથી સહમતી રાખતા નથી. જૈમી મોટા ભાગે યુટ્યુબ પર સ્યૂડોસાયન્સની વાત કરે છે. એવા દાવા કરે છે, જેમાં પુરાવા હોતા નથી. સાથે જ પોતાની હેલ્થ સપ્લીમેન્ટની ઓનલાઇન શોપિંગ ચલાવે છે. તેને એ વાતનો ભરોસો છે કે મેક્સિકોમાં એલિયન્સ રહે છે. કોઈ દિવસે અમેરિકા આ વાતનો ખુલાસો પણ કરશે.

મેક્સિકોની કોંગ્રેસના રયાન ગ્રેવ્સ, જે અમેરિકન નેવીમાં ફાઇટર પાયલટ હતા. તેમણે કહ્યું હતું કે તેમનો સામનો UFO સાથે થયો હતો. તેમણે જે એલિયન જોયું હતું તે ગોળાકાર હતું, જેમની વચ્ચે એક ક્યૂબ હતું. રયાન ગ્રેવ્સે પોતે આ વર્ષે અમેરિકન કોંગ્રેસ સામે પોતાની વાત રાખી હતી. તેમણે મેક્સિકોની કોંગ્રેસને લખ્યું કે, જૈમી મોસનની કહાની ખોટી છે. હું આ વ્યક્તિના સ્ટંટથી ખૂબ દુઃખી છું.

તો બીજી તરફ જૈમી મોસનને લૉ મેકર સર્ગિયો ગુટિરેજ લૂનાએ બોલાવીને આ બાબતે પૂછ્યું કે, આ બધુ સત્ય છે કેમ કે આ રસપ્રદ વિષયને ઢંગે સમજવા માગે છે કેમ કે તેની બાબતે વધારે કોઈને કઇ ખબર નથી. જો કેમ જૈમી મોસનની પ્રદર્શનીના આકરણે મેક્સિકોના વૈજ્ઞાનિક હેરાન છે. જ્યારે ઓટોનોમસ યુનિવર્સિટીએ પોતાનું પલ્લું ઝાડી લીધું તો લોકોને હવે જૈમીની વાત પર ભરોસો રહ્યો નથી, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે જૈમીને વર્ષ 2017માં કેટલાક મમી મળ્યા હતા. જેમને તેણે સંભાળીને રાખ્યા હતા. યોગ્ય સમય પર દુનિયા સામે લાવવાની વાત કરી રહ્યા હતા.

Related Posts

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.