આ દેશના PMની રેસમાં આગળ ગીર્ટ વિલ્ડર્સે કહ્યું- મુસ્લિમો દેશ છોડી જતા રહે

નેધરલેન્ડમાં પ્રધાનમંત્રીની હોડમાં સૌથી આગળ ચાલી રહેલા ગીર્ટ વિલ્ડર્સે કુરાનમાં વધારે વિશ્વાસ રાખનારા મુસલમાનોને દેશ છોડીને જતા રહેવા કહ્યું છે. ફ્રીડમ પાર્ટીના નેતા ગીર્ટે કહ્યું કે, એ મુસલમાનો કોઇપણ ઈસ્લામિક દેશમાં જઈને રહી શકે છે, જેનો ભરોસો કુરાન પર છે. ગીર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, એવા મુસલમાન નેધરલેન્ડ છોડી જતા રહે, જે ધર્મનિરપેક્ષ કાયદાઓથી વધારે કુરાનને મહત્વ આપે છે અને કુરાનના કાયદાને દેશથી વધારે અગત્યના માને છે. તેમના માટે કોઈ ઈસ્લામિક દેશમાં જઈ રહેવું યોગ્ય રહેશે. નેધરલેન્ડમાં તેમના માટે કોઈ સ્થાન નથી.

ગીર્ટે કહ્યું કે, મારો નેધરલેન્ડમાં રહેનારા બધા મુસલમાનો માટે ચોખ્ખો સંદેશો છે કે જો તમે અમારા દેશના બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોને માનશો નહીં તો તમારા માટે અહીં જગ્યા નથી. એવા ઘણાં છે જેઓ દેશ કરતા વધારે કુરાનને માને છે. પ્રોફેસર કૂમ્પંસની રિપોર્ટ કહે છે કે, 7 લાખ મુસલમાનો આવા છે. હું આ દરેકને ગેટ આઉટ(જતા રહો) કહેવા માગુ છું. જાઓ અને જઈને ઈસ્લામિક દેશમાં રહો. કારણ એ તમારા કાયદા છે. આ તમારો દેશ નથી.

હું જ PM બનીશ- ગીર્ટ

ગીર્ટ વિલ્ડર્સે એવું પણ કહ્યું કે, તેઓ આવનારા પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે આજે, કાલે કે પરમ દિવસે પીવીવી સરકારનો ભાગ રહેશે અને હું આ સુંદર દેશનો પ્રધાનમંત્રી બનીશ. એક પોસ્ટમાં તેમણે પોતાની ફ્રીડમ પાર્ટી(પીવીવી)ની સાથે સહયોગ કરવાની અનિચ્છા માટે અન્ય પાર્ટીઓના વલણ પર નિરાશા વ્યક્ત કરી. જણાવીએ કે, ગીર્ટની પાર્ટીને હાલની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મળ્યા પછી તેમની ખાસ્સી ચર્ચા છે.

ગીર્ટ નેધરલેન્ડમાં વિપક્ષી નેતા તરીકે પાછલા અમુક વર્ષોમાં સતત ઈસ્લામ વિરોધી નિવેદનબાજી કરતા રહ્યા છે. ઈસ્વામ અને મુસ્લિમોનો વિરોધ ગીર્ટ અને તેમની પાર્ટી પીવીવીના રાજકીય અભિયાનનો હિસ્સો રહી છે. પાર્ટી નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણાં વિવાદાસ્પદ વાયદાઓ કર્યા છે. જેમાં સાર્વજનિક સ્થાનો પર ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવો ગેરકાદયદેસર જાહેર કરવા, મસ્જિદો બંધ કરવી અને કુરાન પર પ્રતિબંધ લગાવવાના સૂચનો સામેલ છે. હાલમાં જ ગીર્ટ વિલ્ડર્સે ઈઝરાયલ-ફિલીસ્તાન વિવાદ પર એવું કહ્યું હતું કે, દરેક ફિલિસ્તાનીઓને જોર્ડનમાં સ્થાનાંતરિત કરી દેવા જોઇએ. જેથી ઈઝરાયલ-ફિલિસ્તાન સંઘર્ષનો સ્થાયી નિરાકરણ આવી શકે.

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.