- World
- માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે......
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક નિર્ણય પાછળ પૈસા એકમાત્ર પ્રેરક બળ હોઈ શકે છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટે આ પ્રશ્ન ફરીથી ચર્ચામાં લાવ્યો છે. 29 વર્ષીય એક યુવકને માત્ર 6 મહિનાના કામ માટે 1.3 કરોડ રૂપિયાનો પગાર ઓફર કરવામાં આવ્યો છે. રહેવાની વ્યવસ્થા, ભોજન, ફ્લાઇટમાં આવવા જવાનું અને ઇન્ટરનેટ ડેટા બધું મફત છે. તેમ છતાં, તે માણસ કન્ફ્યુજ થઇ ગયો છે અને લોકોને પૂછી રહ્યો છે કે તેણે આ નોકરી કરાવી જોઈએ કે નહીં.

હકીકતમાં, આ મામલો રેડિટ પર સામે આવ્યો, જ્યાં તે માણસે ખુલ્લેઆમ પોતાની મૂંઝવણ શેર કરી. તેણે બતાવ્યું હતું કે શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેને ઘણી તકો મળી હતી, પરંતુ આ ઓફર અનોખી હતી. તે માણસ પર્યાવરણીય સંશોધન ક્ષેત્રમાં કામ કરે છે, અને તેની કંપનીએ તેને ખૂબ જ ખાસ મિશન માટે પસંદ કર્યો. નોકરીના પેકેજ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેને ફક્ત અડધા વર્ષના કામ માટે 1.3 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, પરંતુ આ સમયગાળા દરમિયાન, કંપની દ્વારા ખાવાનું અને રહેવાથી લઈને ફ્લાઇટ્સ અને મોબાઇલ ડેટા સુધીની દરેક સુવિધા મફતમાં પૂરી પાડવામાં આવશે. છતાં, યુવાન હજુ પણ અસમંજસમાં છે.
યુવાનની નોકરી બર્ફીલા ખંડ એન્ટાર્કટિકાના મેકમુર્ડો સ્ટેશન પર છે, જ્યાં તે છ મહિના સુધી સંશોધન કાર્યમાં રોકાયેલો રહેશે. યુવાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, પગાર અને અનુભવ બંને ઉત્તમ છે, પરંતુ આ નિર્ણયથી તેના અંગત જીવન પર અસર પડી શકે છે. તે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે, અને તેની ગર્લફ્રેન્ડ છ મહિના સુધી અલગ થવાથી નાખુશ છે. યુવાને બતાવ્યું કે તેની વર્તમાન કુલ સંપત્તિ રૂ. 1.62 કરોડ છે, જો તે નોકરીની આ ઓફર સ્વીકારે તો તે બમણી થઈ જશે, પરંતુ ભાવનાત્મક પાસું તેને તેમ કરવાથી રોકી રહ્યું છે.

યુવાનની પોસ્ટ પર હજારો લોકોએ પોતાના મંતવ્યો શેર કર્યા. ઘણા યુઝર્સે કહ્યું કે, આવી તકો વારંવાર આવતી નથી, અને તેને છોડી દેવી મૂર્ખામીભર્યું રહેશે. એક યુઝરે લખ્યું, 'જો મને આવી ઓફર મળે, તો હું એક સેકન્ડનો પણ વિચાર નહીં કરતે.' કેટલાક લોકોએ સંતુલિત સલાહ આપી, અને કહ્યું કે, શરૂઆતનો ઉત્સાહ તો રહેશે જ, પરંતુ એન્ટાર્કટિકા જેવી જગ્યાએ લાંબા સમય સુધી રહેવું માનસિક રીતે પડકારજનક બની શકે છે. જોકે, મોટાભાગના લોકોનો મત હતો કે, અનુભવ અને કારકિર્દી વૃદ્ધિની આ તક ગુમાવવી જોઈએ નહીં.

