- World
- PM નરેન્દ્ર મોદી કેનેડામાં આયોજિત G7 સમિટમાં આ એજન્ડાઓ પર ચર્ચા કરશે, શું ભારત-કેનેડા સંબંધોમાં સુધા...
PM નરેન્દ્ર મોદી કેનેડામાં આયોજિત G7 સમિટમાં આ એજન્ડાઓ પર ચર્ચા કરશે, શું ભારત-કેનેડા સંબંધોમાં સુધારો થશે?

PM નરેન્દ્ર મોદી મંગળવાર 17 જૂન 2025ના રોજ G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા. અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લા 10 વર્ષમાં PM નરેન્દ્ર મોદીનો આ પહેલો કેનેડા પ્રવાસ છે. કોન્ફરન્સમાં તેઓ વિશ્વભરના ઘણા નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા સહિત ટેકનોલોજી અને નવીનતા જેવા વૈશ્વિક વિષયો પર ચર્ચા કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પર છે. તેઓ સાયપ્રસથી કેનેડા પહોંચ્યા છે. તેઓ 3 દેશોના વિદેશ પ્રવાસ પર પહોંચ્યા છે. તેમને કેનેડાના PM માર્ક કાર્ને દ્વારા G7માં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠક 16 જૂન-17 જૂન 2025 માટે આયોજિત કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી સતત છઠ્ઠી વખત G7 સમિટનો ભાગ બન્યા છે.

PM નરેન્દ્ર મોદી મંગળવારે G7 આઈટરીચ સત્રમાં વાટાઘાટો કરશે. આ ઉપરાંત, તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે, જેમાં કેનેડાના PM માર્ક કાર્ને પણ ભાગ લેશે. મંગળવારે સાંજે, PM નરેન્દ્ર મોદી ક્રોએશિયા જવા રવાના થશે, ત્યારપછી તેઓ 19 જૂન 2025ના રોજ ભારત પાછા ફરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 'સમિટમાં, PM નરેન્દ્ર મોદી G7 દેશોના નેતાઓ, અન્ય આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને AI-ઊર્જા સંબંધો અને ક્વોન્ટમ-સંબંધિત મુદ્દાઓ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો શેર કરશે.'
કેનેડાના PM દ્વારા PM નરેન્દ્ર મોદીને આપવામાં આવેલું આ આમંત્રણ સૂચવે છે કે, કેનેડાની નવી સરકાર ભારત સાથે તેના સંબંધો સુધારવા માંગે છે. વર્ષ 2023માં ખાલિસ્તાની સમર્થક અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા. જ્યારે, ગયા વર્ષે ઓક્ટોબરમાં, ભારતે કેનેડાથી તેના 5 રાજદ્વારીઓ અને હાઇ કમિશનરને પાછા બોલાવ્યા હતા, કારણ કે કેનેડા તેમને નિજ્જરની હત્યા સાથે જોડી રહ્યું હતું. આ ઉપરાંત, ભારતે કેનેડિયન રાજદ્વારીઓને પણ તેમના દેશમાં હાંકી કાઢ્યા હતા. ભારતે કહ્યું હતું કે, જસ્ટિન ટ્રુડોની સરકાર ખાલિસ્તાન સમર્થક જૂથોને કેનેડાથી કામ કરવાની મંજૂરી આપી રહી છે.

G-7એ વિશ્વના 7 વિકસિત અર્થતંત્રો અને યુરોપિયન યુનિયનનો એક અનૌપચારિક જૂથ છે. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. રશિયા પણ અગાઉ આ જૂથનો ભાગ હતું, પરંતુ ક્રિમીઆ દેશને પોતાનામાં ભેળવી દીધા પછી તેને જૂથમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Opinion
