સુરતમાં પૂરને કારણે પલળી ગયેલી 500 વાળી સાડી 50 રૂપિયે કિલોમાં વેયાય છે?

મહિલાઓ માટે એક લોભામણા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં તાજેતરમાં 2 દિવસ મુશળધાર વરસાદ પડ્યો હતો અને કેટલાંક વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને રિંગરોડ પર આવેલી કેટલીક ટેક્સાટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયા હતા જેને કારણે મોટા પાયે સાડીનો જથ્થો પાણીમાં પલળી જતા કાપડના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી રઘુકુળ માર્કેટ અને તેની આસપાસની માર્કેટમાં ટેક્સટાઇલ દુકાનદારો સાવ ખરાબ થઇ ગયેલી અને દુર્ગધ મારતી સાડીઓને વેચવાનું શરૂ કર્યું છે. 500 રૂપિયા વાળી સાડી 50 રૂપિયે કિલો વેચવામાં આવી રહી છે.

જો કે આ સમાચાર તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં કદાચ સ્ટોક ખલાસ થઇ ગયો હોય એવું પણ બની શકે છે. કારણ કે બે- 4 માર્કેટમાં આવું નુકશાન થયું છે.

About The Author

Related Posts

Top News

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ

દિલ્હીના બૂરાડીમાં રહેતા એક પરિવાર પર ત્યારે દુઃખોનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીનું મગજે લગભગ કામ...
National 
મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.