118 વર્ષે દુનિયાના સૌથી વૃદ્ધ મહિલાનું મૃત્યુ, ધાર્મિક હતું સમગ્ર જીવન

દુનિયાના સૌથી ઉંમર વાળા મહિલાનું મંગળવારે રાતે 118 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ફ્રાન્સના નન સિસ્ટર આંદ્રે દુનિયાના સૌથી વધારે ઉંમર વાળા મહિલા હતા. તેમનો જન્મ 11મી ફેબ્રુઆરી, 1904ના રોજ થયો હતો. 25 દિવસો બાદ તેઓ 119 વર્ષના થઇ જાત.

ફેબ્રુઆરી, 2022માં જ્યારે તેઓ 118 વર્ષના થયા હતા ત્યારે તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પોતાના હાથેથી બર્થ ડે નોટ લખીને મોકલી હતી. સિસ્ટર આંદ્રેએ પોતાની લાઇફમાં ફ્રાન્સના 18 રાષ્ટ્રપતિ જોયા. જ્યારે, એ દરમિયાન કૈથલિક ચર્ચમાં 10 પોપ બદલાઇ ગયા.

સિસ્ટર આંદ્રેએ પોતાની વધારે પડતી ઉંમર ધાર્મિક કાર્યો અને સમાજ સેવા કરવામાં જ વિતાવી. કેથલિક નન બનવા પહેલા તેમણે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ગરીબ બાળકોની સાર સંભાળ રાખી. ત્યાર બાદ 28 વર્ષો સુધી હોસ્પિટલમાં વૃદ્ધ અને અનાથ બાળકોને સહારો આપ્યો. તેઓ દુનિયાના સૌથી લાંબુ જીવન જીવનારા નન પણ બની ગયા છે.

સિસ્ટર આંદ્રેના પ્રવક્તા ડેવિડ તવેલ્લાએ કહ્યું કે, આ ઘણી દુખદ વાત છે, પણ સિસ્ટર ચાહતા હતા કે, આવું થઇ જ જાય. તેઓ પોતાના સ્વર્ગીય ભાઇને મળવા માગતા હતા. તેથી તેમના માટે મૃત્યુ આઝાદી હતી.  સિસ્ટર આંદ્રે ટૂલોન શહેરમાં રહેતા હતા. ત્યાંના મેયર હુબર્ટ ફોલ્કોએ ટ્વીટર પર તેમને શ્રદ્ધાંજલી આપી છે.

સિસ્ટર આંદ્રે ગયા વર્ષે જ દુનિયાના સૌથી ઉંમરવાળા મહિલા બની ગયા હતા. આ પહેલા આ રેકોર્ડ જાપાનના કાને તનાકા પાસે હતો. ગયા વર્ષે એપ્રિલમાં કાનૈ તનાકાનું મૃત્યુ થયા બાદ આ રેકોર્ડ સિસ્ટર આંદ્રેના નામે થઇ ગયો હતો. દુનિયામાં સૌથી વધારે સમય સુધી જીવિત રહેવાનો રેકોર્ડ પણ ફ્રાન્સના મહિલા પાસે જ છે. ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ફ્રાન્સના જીન લુઇસ કેલમેન્ટ 122 વર્ષ અને 164 દિવસ સુધી જીવિત રહ્યા હતા. તેમનો જન્મ 1875ના વર્ષમાં થયો હતો અને તેમનું મૃત્યુ 4થી ઓગસ્ટ, 1997માં ફ્રાન્સમાં જ થયું હતું.

મોસ્કો સોસાયટીએ કહ્યું હતું કે, 1934માં જે મહિલાનું મોત થયું હતું તે જીન ક્લેમેન્ટ ન હતા પણ તેમના દિકરી હતા. તે સમયે તે 59 વર્ષના હતા. જોકે, તેમની દિકરી યુવોને ઉત્તરાધિકાર ટેક્સ ભરવાથી બચવા માટે માતાની ઓળખ લીધી હતી. જો રશિયન શોધકર્તાઓનો દાવો સાચો છે તો જીનના દિકરીનું મોત 99 વર્ષની અવસ્થામાં થયું હતું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.