ફ્રાન્સમાં સત્ય બોલવાને લઈને બની રહ્યું છે નવું મંત્રાલય? કેમ મચી છે બબાલ?

ફ્રાન્સની ઈમેન્યુઅલ મેક્રોનની સરકાર સત્ય બોલવાના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે એક મંત્રાલય સ્થાપિત કરી શકે છે. તેનું નામ ટ્રૂથ મિનિસ્ટ્રિ (સત્ય મંત્રાલય) હોય શકે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ અંગે સંકેત આપ્યો છે. એક ભાષણમાં મેક્રોને કહ્યું હતું કે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે તે જાણવું જરૂરી છે. આ સમયમાં સત્ય અને અસત્ય વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની ગયું છે.

ટેલિગ્રાફ બ્રિટનના અહેવાલ અનુસાર, મેક્રોનના નિવેદનને મીડિયા અને સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર લેખક જ્યોર્જ ઓરવેલના કોન્સેપ્ટને આગળ વધારી રહી છે, જેમણે પોતાની નવલકથા 1984માં સત્ય મંત્રાલયનો ઉલ્લેખ કર્યો હતો.

Emmanuel Macron
france24.com

ફ્રાન્સનું સત્ય મંત્રાલય કેવું હશે?

સત્ય મંત્રાલયનું કામ ખોટા સમાચાર રોકવાનું હશે. આ હેઠળ એક સિસ્ટમ તૈયાર કરવામાં આવશે, જે ખોટા સમાચાર પર દેખરેખ રાખવાશે. આ સિસ્ટમ ખોટા સમાચાર સામે સત્યનો જોરશોરથી પ્રચાર કરશે. મંત્રાલય દૈનિક બ્રીફિંગના આધારે કાર્ય કરશે. જોકે, સરકારે હજુ સુધી મંત્રાલયના માળખા અંગે કોઈ માહિતી આપી નથી. ફ્રેન્ચ સરકારે પણ મેક્રોનના નિવેદનનું ખોટું અર્થઘટન કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારનું કહેવું છે કે મેક્રોનનો મીડિયાને નિયંત્રિત કરવાનો કોઈ ઈરાદો નથી.

દિશાના એક અહેવાલ મુજબ, 2021માં ફ્રાન્સમાં ફેક ન્યૂઝ પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 50 ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેમની સામે દર અઠવાડિયે એક ને એક ફેક ન્યૂઝ આવતા રહે છે. 60 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ ફેક ન્યૂઝની ઝપેટમાં આવી ચૂક્યા છે.

Emmanuel Macron
ft.com

66 કરોડની વસ્તી ધરાવતા ફ્રાન્સમાં ફેક ન્યૂઝના આ ટ્રેન્ડને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આને રોકવા માટે સરકાર સત્ય મંત્રાલયની સ્થાપના કરવાનું વિચારી રહી છે. જો કે, વિપક્ષનું કહેવું છે કે સરકાર મીડિયાને નિયંત્રિત કરવા માટે આનો ઉપયોગ કરશે. વિપક્ષી નેતા લે પેનનું કહેવું છે કે, ‘સરકાર ફેક ન્યૂઝના નામે મુખ્ય પ્રવાહના મીડિયાને હેરાન કરી શકે છે. અમે આનો સખત વિરોધ કરીશું.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.