- World
- ઈમરજન્સીમાં પ્લેનથી અલગ થઈ જશે પેસેન્જર કેબિન, બચી શકશે લોકોના જીવ; આ દેશના એન્જિનિયરે રજૂ કરી ડિઝાઇ...
ઈમરજન્સીમાં પ્લેનથી અલગ થઈ જશે પેસેન્જર કેબિન, બચી શકશે લોકોના જીવ; આ દેશના એન્જિનિયરે રજૂ કરી ડિઝાઇન

12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટેક-ઓફ અગાઉ વિમાનમાં 1.25 લાખ લીટર ઇંધણ ભરવામાં આવ્યું હતું, જેના કારણે ક્રેશના સમયે વિસ્ફોટ થઈ ગયો અને બધું બળીને રાખ થઈ ગયું. આમ તો હવાઈ યાત્રાને સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે, પરંતુ સમય સમય પર તેની સેફ્ટીને લઈને સવાલ ઉઠતા રહે છે.
હવે યુક્રેનના એક એરોસ્પેસ એન્જિનિયર, તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચે પ્લેનની એક એવી ડિઝાઇન તૈયાર કરી છે, જેમાં ઈમરજન્સીની સ્થિતિમાં પેસેન્જર કેબિનને વિમાનથી અલગ કરી શકશે છે અને લોકોના જીવ બચી જશે. તાતારેન્કોએ આ ડિઝાઇન 3 વર્ષ કરતા વધુ સમયની મહેનત બાદ તૈયાર કરી હતી. તેને વર્ષ 2016માં લોકો સામે રજૂ કરવામાં આવી હતી. તેમણે એક કોન્સેપ્ટ એરક્રાફ્ટ તૈયાર કર્યું છે, જેમાં પેસેન્જર કેબિન ડિટેચેબલ છે. એ મુજબ, ટેક-ઓફ, ઉડાણ દરમિયાન અથવા લેન્ડિંગના સમયે જો વિમાનમાં કોઈ ઈમરજન્સી આવી જાય, તો પેસેન્જર કેબિન અલગ થઈ જશે.

આ પેસેન્જર કેબિનમાં એક પેરાશૂટ લાગેલું હશે, જે ઓટોમેટિક ખૂલી જશે અને પેસેન્જર કેબિન ધીમે-ધીમે નીચે ઉતરવા લાગશે. જો આ કેબિન પાણીમાં પડ્યું, તો તેમાં લાગેલું ઇન્ફ્લેટેબર ટ્યૂબ તેને તરતા રહેવામાં મદદ કરશે. પેસેન્જરના સામાન માટે પણ પ્લેનમાં વિશેષ વ્યવસ્થ કરવામાં આવશે. યુક્રેનિયન આવિષ્કારક અને એરોસ્પેસ એન્જિનિયર તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચનો તર્ક છે કે હ્યુમન એરરને કંટ્રોલ નહીં કરી શકાય, પરંતુ તેના માટે તૈયારીઓ કરી શકાય છે. આ કેબિન કેવલર અને કાર્બન ફાઇબરથી બનશે, જે હલકું તો હશે જ, પરંતુ ખૂબ જ મજબૂત પણ હશે.
હવે આ ડિઝાઇને એક નવી બહેસ છેડી દીધી છે કે, વિમાનોમાં આવી વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં. ડિઝાઇનના ટીકાકારોનું માનવું છે કે અલગ કેબિનને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા નથી, એટલે તે પર્વતો, વસ્તીવાળા વિસ્તારો અથવા જંગલોમાં પડી શકે છે. કેટલાક લોકો પાઇલટની ચિંતા ન કરવા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે, ઘણા સમર્થક તેને એક શાનદાર ડિઝાઇન કહી રહ્યા છે અને તેના માટે વધુ કિંમતની ટિકિટ ખરીદવા માટે પણ રાજી છે.

જોકે, આ ડિઝાઇન કેટલી પ્રેક્ટિકલ હશે, તે ભવિષ્યમાં ખબર પડશે. વિમાનનું નિર્માણ પહેલાથી જ મોંઘુ છે. એવામાં, જો આ સિસ્ટમને ઇન્ટગ્રેટ કરવામાં આવે, તો કિંમત હજી વધી શકે છે. તાતારેન્કોએ પોતાની ડિઝાઇનનો રિયલ પ્રોટોટાઇપ બનાવવા માટે રોકાણકારની શોધ શરૂ કરી છે, પરંતુ એરબસ કે બોઇંગ જેવી કોઈ મોટી કંપની તેમાં સામેલ થવાની સંભાવના ખૂબ ઓછી છે. તાતારેન્કોનું કહેવું છે કે તેઓ પાઇલટ માટે પણ કોઈ સોલ્યૂશન વિચારી રહ્યા છે.
Related Posts
Top News
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Opinion
