- World
- આ 3 એવા ક્ષેત્રો છે જેની પર AIની અસર ન થશે, બાકી ખતમ: બિલ ગેટ્સ
આ 3 એવા ક્ષેત્રો છે જેની પર AIની અસર ન થશે, બાકી ખતમ: બિલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના કો- ફાઉન્ડર બિલ ગેટ્સે ભવિષ્યના કામ પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ( AI)ની અસર પર મહત્ત્વની વાત કરી છે. તેમણે કહ્યું છે કે માત્ર 3 સેક્ટરમાં જ કેરિયર બચશે બાકી AIને કારણે બધુ ખતમ થઇ જશે. 3 સેક્ટરમાં કામ કરનારા લોકોને અસર નહીં થાય
બિલ ગેટ્સે કહ્યું કે AIને કારણે ઘણી નોકરીઓ ખતમ થઇ જશે. મોટા ભાગની પરંપરાગત નોકરીઓ AIનો ભોગ બનશે. પરંતુ કોડર્સ, એનર્જિ નિષ્ણાત અને બાયોલોજીસ્ટને અસર નહીં થાય.
AI કોડ જનરેટ કરી શકે, પરંતુ તેમાં હજુ મોટી ભુલોની સંભાવના છે. ભુલો સુધારવા અને અલ્ગોરિધનના ડેવલમેપ્ન માટે માનવ પ્રોગામર્સની જરૂરિયાત રહેશે.
ન્યુક્લીયર એનર્જિ અને રિન્યુએબલ એનર્જિ ઉદ્યોગ એવો જટિલ છે કે તેને મશીનના ભરોસે છોડી શકાય નહીં. પાવર ગ્રીડ ચલાવવા માટે માણસની જ જરૂર પડે.
AI ડેટા પ્રોસેસીંગ અને વિશ્લેષણ કરી શકે, પરંતુ જીવ વિજ્ઞાનમાં સાચા ઇનોવેશન માટે માનવ ર્સ્પશની જરૂર રહેવાની જ છે.