- National
- ઓપરેશન સિંદૂર: ભારતનો બદલો શરૂ, પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈકથી પ્રહાર
ઓપરેશન સિંદૂર: ભારતનો બદલો શરૂ, પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈકથી પ્રહાર

પહેલગામ હુમલાનો બદલો લેતા આજે ભારતે પાકિસ્તાન ઉપર મોટો પ્રહાર કર્યો હતો મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને તબાહી મચાવી દીધી હતી, તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતે નવ જગ્યાએ એર સ્ટ્રાઈક કરી હતી.
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે સોમવારે રાત્રે 1:44 વાગ્યે એક નિવેદન બહાર પાડ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા જ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. પાકિસ્તાન અને પીઓકેમાં જ્યાંથી ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવામાં આવ્યા હતા અને તેનું આયોજન કરવામાં આવ્યું હતું તે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ભારતે કહ્યું કે અમારી કાર્યવાહી ફકસ્ડ, માપેલી અને તેનાથી તણાવ વધારવા વાળી નથી. પાકિસ્તાની કોઈપણ લશ્કરી સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું નથી. ભારત સરકારે કહ્યું કે ભારતે પોતાના લક્ષ્યો અને પદ્ધતિઓ પસંદ કરવામાં ખૂબ જ સંયમ રાખ્યો છે.
'ઓપરેશન સિંદૂર' પર PM મોદીએ આખી રાત 'ઓપરેશન સિંદૂર' પર નજર રાખી હતી. ભારતીય સેનાએ બુધવારે સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POK) માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. આ હુમલો ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોચના નેતાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી તાજેતરના બર્બર પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ સાથે મળીને 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી છાવણીઓનો સફળતાપૂર્વક નાશ કર્યો.
https://twitter.com/ANI/status/1919906458071962097
ભારતીય આર્મ્ડ ફોર્સે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ટોચના નેતૃત્વને નિશાન બનાવવા માટે પાકિસ્તાન અને પીઓકેમાં કર્યા હવાઈ હુમલા
ભારતીય સેનાએ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવામાં ભૂમિકા ભજવનારા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ટોચના નેતૃત્વને નિશાન બનાવવાના હેતુથી હુમલા માટે સ્થાન પસંદ કર્યું હતું. આ હુમલાઓમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ત્રણેય સેવાઓની ચોકસાઇ સ્ટ્રાઇક શસ્ત્ર પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લોઇટરિંગ શસ્ત્રોનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલાઓ માટેના કોઓર્ડિનેટ્સ ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. આ હુમલાઓ ભારતીય ભૂમિથી કરવામાં આવ્યા હતા. સૂત્રોએ ANI ને જણાવ્યું.
https://twitter.com/ANI/status/1919895366704451884
ઓપરેશન સિંદૂર અંગે NSA અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે કરી વાત
અમેરિકામાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે હુમલા પછી તરત જ, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી અને તેમને લેવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ક્રૂર અને જઘન્ય હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. ભારત પાસે મજબૂત સંકેતો, ટેકનિકલ માહિતી, પીડિતોના નિવેદનો અને અન્ય પુરાવા છે જે હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સ્પષ્ટ સંડોવણી દર્શાવે છે.
ભારતના પાકિસ્તાન-પીઓકેમાં હવાઈ હુમલા પર ટ્રમ્પની પ્રતિક્રિયા, કહ્યું- મને બસ એ જ આશા છે કે આ ખૂબ જ જલ્દી સમાપ્ત થાય
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના પાકિસ્તાન અને પીઓકેમાં સ્ટ્રાઈક પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું, અમે આ વિશે હમણાં જ સાંભળ્યું જ્યારે અમે ઓવલ ઓફિસના દરવાજામાંથી અંદર આવી રહ્યા હતા. તેઓ ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે. મને આશા છે કે આ બહુ જલ્દી સમાપ્ત થઈ જશે.
એર ઈન્ડિયાએ એડવાયઝરી જાહેર કરતા કહ્યું કે, હાલની સ્થિતિ જોતા એયર ઈન્ડિયાના આગળના આદેશ સુધી જમ્મુ,શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ માટેની પોતાની બધી ફ્લાઈટ 7 મે બપોરે 12 વાગ્યા સુધી રદ કરે છે.
એયરલાઈન કંપનીના જણાવ્યા અનુસાર અમૃતસરની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ દિલ્હી મોકલવામાં આવી છે. આ અસુવિધા માટે અમને ખેદ છે.
LoC પર પાકિસ્તાનના ફાયરિંગમાં 3 નાગરિકોની મોત
પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓના ઠેકાણા પર ભારતીય સેનાની એયર સ્ટ્રાઈક બાદ હચમચી ગયેલું પાકિસ્તાન LoC પર સતત સીજફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 6-7 મે ની રાતે પાકિસ્તાન સેનાએ જમ્મુ કશ્મિરની સામે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત પાતાના ઠેકાણા સિવાય ગોળીબારી અને બોમ્બ ફ્ંક્યા. આ અંધાધુંધ ફાયરિંગ અને ગોળીબારીમાં 3 નાગરિકોના મોત થયા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો મુંહતોડ જવાબ આપ્યો છે.