જેલની મહિલા ગાર્ડને પ્રેમજાળમાં ફસાવીને ભાગ્યો કેદી, આવ્યું આવું પરિણામ

અમેરિકાની (US) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં ત્યાં હત્યાના આરોપમાં બંધ એક કેદીએ જેલની (Prison) એક મહિલા ગાર્ડને પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધી અને ત્યાર બાદ તેની મદદથી તે ભાગી ગયો. ત્યારબાદ મહિલા ગાર્ડે પોતાને ગોળી મારી લીધી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. જોકે પોલીસે જેલમાંથી ભાગેલા કેદીને ફરીથી ઝડપી પાડયો છે.

મહિલા ગાર્ડે પોતાને મારી ગોલી

રિપોર્ટ મુજબ પોલીસે 11 દિવસ સુધી તપાસનું ધમધમાટ ચલાવ્યા પછી જેલથી ભાગી જનાર કેદી વ્હાઈટને ઝડપી પાડવામાં સફળતા મેળવી. જો કે જે મહિલા ગાર્ડને તેણે પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી તેણે ગોલી મારીને પોતાનો જીવ લઈ લીધો.  હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલા ગાર્ડે અંતિમ શ્વાસ લીધા.

જેલથી ભાગવા માટે ઘડી કાઢ્યો હતો આ પ્લાન

મહિલા ગાર્ડે જેલ પ્રશાસનને એમ જણાવ્યું હતું કે કેદીની માનસિક હાલત બરાબર નથી,આ માટેથી તેને હોસ્પિટલ લઈ જવું જરૂરી છે. આ રીતે તેણે કેદીને જેલમાંથી બહાર નીકળવામાં મદદ કરી. તે પોતે કેદીને સારવારના બહાને જેલની બહાર લઈ ગઈ. મહિલા ગાર્ડે ગત 29 એપ્રિલે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસને આ રીતે મળી કેદીની માહિતી

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સતત મહિલા ગાર્ડ અને જેલમાંથી ભાગી જનાર કેદીને શોધી રહી હતી. ત્યારબાદ મહિલા ગાર્ડ એક સ્ટોરમાંથી કપડાની ખરીદારી કરતા જોવા મળી. ત્યારબાદ તે હોટલમાં પહોંચી જ્યાં આ મહિલાનો પીછો કરતા પોલીસ પણ હોટલમાં પહોંચી ગઈ. કેડી અને મહિલા ગાર્ડ ઝડપાય જ જવાના હતા કે ધરપકડ થવાના ડરથી મહિલાએ પોતાને ગોલી મારી લીધી. જોકે કેદીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી.

જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકાના અલબામા જેલમાં આ કેડી બંધ હતો અને ત્યાં જ મહિલા ગાર્ડ પણ તૈનાત હતી. આ દરમિયાન કેદીએ મહિલા ગાર્ડને પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધી અને તેની મદદથી જેલમાંથી ભાગી છૂટ્યો. જ્યાં એક બાજુ કેડીને પોલીસે બીજીવાર ઝડપી લીધો ત્યારે બીજી તરફ મહિલા પોલીસ કર્મીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તેને ડર હતો કે તેની સામે થનારી કાર્યવાહી અને પોતાના પરિવારજનોનો સામનો તે કઈ રીતે કરશે.

About The Author

Related Posts

Top News

શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

ભારતના સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ની અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ફાયનાન્શીલ પ્લાનર અને સેબી...
Business 
શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.