રોડ પર મળેલા ગરીબ વ્યક્તિને મહિલા ઘરે લઇ આવી, પછી કરી લીધા લગ્ન

મોલમાં શોપિંગ કરવા માટે ગયેલી એક મહિલાને એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો, વ્યક્તિનું પોતાનું કોઈ ઘર ન હતું. મહિલાએ તે બેઘર વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા અને હવે તેમના બે બાળકો છે. મહિલાએ પોતાની આ કહાની હાલમાં જ TikTok પર શેર કરી છે. મહિલાનું નામ જેસ્મીન ગ્રોગન છે અને જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા તેનું નામ મૈકોલી મર્ચી જણાવ્યું છે.

આ રોમેન્ટિક કહાની એક સુપર માર્કેટની બહાર શરૂ થઇ હતી. જેસ્મીન સુપર માર્કેટ શોપિંગ કરવા માટે ગઈ હતી, ત્યારે જ તેને એક વ્યક્તિ દેખાય છે, તે વ્યક્તિની હાલત જોઇને જેસ્મીન તેને પૈસા આપવા ઈચ્છે છે, પણ તે વ્યક્તિ પૈસા લેવાની ના પાડે છે. શોપિંગ દરમિયાન તે આ જ વાત વિશે મનમાં વિચાર કરતી હોય છે.

જ્યારે તે શોપિંગ કરીને મોલથી બહાર નીકળે છે, ત્યારે તે જ વ્યક્તિએ તેને સામાન ઊંચકવામાં મદદ કરી હતી, આ જોઇને જેસ્મીન હેરાન થઇ ગઈ. કેમ કે, જેસ્મીનની પાસે વધારે સામાન હતો અને તેને ઊંચકવા માટે જેસ્મીને બીજાની મદદ માગી હતી. તે સમયે મૈકોલીએ સામાન ઊંચકીને ટેક્સી સુધી પહોંચાડી હતી, બસ આ જ વાતે જેસ્મીનના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

‘ડેલી સ્ટાર’ મુજબ, જેસ્મીન ગ્રોગને પોતાના TikTok વીડિયોમાં કહ્યું છે કે, જ્યારે તે મોલથી વધારે સામાન લઈને બહાર નીકળતી હતી, ત્યારે મૈકોલીએ તેની મદદ કરી હતી, પછી મેં તેને ડીનર માટે પૂછ્યું અને મૈકોલીએ કોઈ પણ પ્રકારના સંકોચ વગર હા કહ્યું હતું. ડીનર દરમિયાન તેના જીવન વિશે લાંબી વાતચીત થઇ હતી. ત્યાર બાદ મે તેને એક નાનો ફોન ખરીદી આપ્યો, જેથી અમે સંપર્કમાં રહી શકીએ.

આટલું જ નહીં, જેસ્મીને બેઘર મૈકોલી માટે હોટેલનો એક રૂમ પણ બુક કરાવી આપ્યો. ઘરે આવ્યા પછી તે પૂરી રાત વિચારતી રહી, બંનેએ મેસેજ પર વાત કરવાની શરૂઆત કરી, થોડા દિવસો પછી બંને ફરીથી લંચ પર મળ્યા. લંચ પછી જેસ્મીને મૈકોલીને કપડાઓ આપ્યા અને તેને રહેવા માટે પોતાના ઘરમાં જ એક રૂમ આપ્યો.

થોડા જ દિવસોમાં જેસ્મીનને લાગ્યું કે, મૈકોલી તેના માટે યોગ્ય પાર્ટનર સિદ્ધ થશે. એક દિવસ જેસ્મીને તેને કહ્યું કે, હું તને પ્રેમ કરું છું. ત્યારે મૈકોલીએ પણ આ સંબંધ માટે હા કહી દીધું અને ત્યારથી જ આ બંને એક સાથે છે. મૈકોલીએ પોતાની વધેલી દાઢી કાપી નાંખી, સારા કપડા પહેરવાના શરૂ કર્યા અને થોડા જ દિવસોમાં એક સારી નોકરી મળ્યા પછી સારું જીવન જીવવા લાગ્યો હતો. હાલમાં આ કપલને બે બાળકો છે અને તેઓ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો
Copyright (c) Khabarchhe All Rights Reserved.