- Kutchh
- રાજકોટમાં ફક્ત 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકને કારણે નિધન
રાજકોટમાં ફક્ત 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકને કારણે નિધન
By Khabarchhe
On

હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદના થલતેજની એક શાળાની 8 વર્ષની વિદ્યાર્થીની ગાર્ગી રાણપરાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. હવે રાજકોટથી સમાચાર આવ્યા છે કે 11 વર્ષના બાળકે હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે.
જસદણના જંગવડમાં રહેતો હેતાંશ રશ્મીકાંત દવે 5મા ધોરણમાં ભણતો હતો અને 11 વર્ષનો હતો. હેતાંશને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. તબીબોએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું કહ્યું છે. હેતાંશ ભણવામાં તેજસ્વી હતો અને હજુ 10 દિવસ પહેલા જ ખેલ મહાકુંભમાં તેની શાળા વતી તાલુકા લેવલે મેદાન મારીને આવ્યો હતો.
છેલ્લાં કેટલાંક સમયથી બાળકોમાં જોવા મળી રહેલા હદ્દયરોગના જીવલેણ હુમલાથી માતા-પિતાઓમાં ચિંતા વધી ગઇ છે.
Top News
Published On
ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
Published On
By Parimal Chaudhary
રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
Published On
By Nilesh Parmar
ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
Published On
By Kishor Boricha
ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.