રાજકોટમાં દાયકાઓથી રહેતા હજારો લોકો એક ઝટકામાં ઘર વગરના થઈ ગયા, રડી પડ્યા, હવે શું વિકલ્પ છે?

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં આજે શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, ટેક્નિકલ સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.

આ દરમિયાન આ વિસ્તારમાં 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તાત્કાલિક ધરપકડના આદેશો આપવામાં આવ્યા છે.

https://www.instagram.com/reels/DVF6LLSFC80/

મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7:00 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ IAS તથા IPS અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

rajkot
bbc.com

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જાહેર કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં નહીં આવે. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

આ વિસ્તારની શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે. ચોમાસામાં આજી નદીના પૂરના કારણે દર વર્ષે અહીં જાનમાલનું જોખમ રહે છે. આ વિસ્તાર કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે.

DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, 'જંગલેશ્વરમાં શાંતિ પૂર્ણ રીતે ડિમોલિશન કામગીરી ચાલુ છે. કોઈ જ ધટના બની નથી. લોકો સ્વયંભૂ મકાનો ખાલી કરી નાખ્યા છે. આજે JCB દ્વારા દબાણ દૂર કરવાની કામગીર ચાલુ છે.ખોટી અફવામાં આવું નહી શાંતિ પૂર્ણ રીતે કામગીરી ચાલુ છે.' DCP હેતલ પટેલે ઉમેર્યું હતું કે ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈની ધાર્મિક લાગણી નહીં દુભાય, તેના માટે વિશેષ કાળજી રાખવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વૃદ્ધો અને મહિલાઓને જોતા તથા કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે મહિલા પોલીસ કંપનીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. SRPF, અને 2 SF કંપનીઓ છે, સ્થાનિક પોલીસ સાથે આસપાસના જિલ્લાઓના અધિકારીઓ પણ ડિમોલિશનની કામગીરીમાં સામેલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ પર નજર રાખવા માટે એક વિશેષ ટીમ રાખવામાં આવી છે ડ્રોન સર્વિલાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને ડ્રોન સર્વિલાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.'

rajkot
bbc.com

હુસેનાબેન નામની મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા મકાનો તો પાડી નાખ્યા છે, પણ ક્વાર્ટર તો આપવા જોઈએ ને? અમે નાના-નાના બચ્ચા લઈને ક્યાં જઈએ તે મોટો સવાલ છે. અમારા મકાનો પાડી નાખ્યા છે, ઘરમાં 6 જેટલા સભ્યો છીએ ક્યાં જવું અને શું કરવું એ સમજાતું નથી. અમારા બચ્ચાનું કોણ? અત્યારે ભાડા પણ 12-13 હજાર થઈ ગયા છે, અમે સામાન ભાડાની જગ્યામાં રાખ્યો છે પણ આટલું ભાડું કાયમી પોસાય તેમ નથી. ત્યારે નાના બાળકોને લઈને અમારે કયા જવું?

નદીના કુદરતી વહેણમાંથી દબાણને મુક્ત કરવા, વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ઘટાડવા, TP રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા, ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ્સ માટે તથા નદીકાંટાના વિસ્તારને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજી નદીના પટ્ટા વિસ્તારમાં લગભગ 55 હજાર ચોરસ મીટર ઉપરથી 992 મકાનો કે ઇમારતો, અને TP રોડ વિસ્તારમાં આશરે 32 હજાર ચોરસ મીટર વિસ્તાર ઉપરથી 497 મકાનો/રચનાઓ દૂર કરવામાં આવશે. મનપાના કહેવા પ્રમાણે, જો કબજેદાર દ્વારા દબાણ હઠાવવામાં નહીં આવે તો તેની પાસેથી તોડફોડનો ખર્ચ વસૂલ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અસરગ્રસ્તો પાસે હવે શું વિકલ્પ છે?

ઇરફાન કુરેશી અને 514 અન્ય લોકોએ સોમવારે કરેલી અરજીમાં ગુજરાત હાઇકોર્ટને અરજ કરી છે કે RMCને એવો હુકમ કરવામાં આવે કે જંગલેશ્વરના લોકોને 2013ની ઝૂંપડપટ્ટી પુનઃવસન પૉલિસી અનુસાર વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવે અને આવા વૈકલ્પિક આવાસો આપ્યાં પહેલાં તેમને તેમનાં મકાનોમાંથી હટાવવામાં ન આવે.

BBCના અહેવાલ મુજબ, ઇરફાન કુરેશીએ, TP રોડનું છે એટલે તે ડિમોલિશન થશે જ તેમ લાગે છે. પરંતુ સરકારે કોર્ટને જણાવ્યું છે કે તે સરકારી જમીન પર રહેતા લોકોના ઘરોને અડશે નહીં. TPનો રસ્તો ખુલ્લો થતો હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારી અરજ એટલી જ છે કે બાકીનાને વૈકલ્પિક મકાનો આપવામાં આવે.

rajkot
bbc.com

અરજદારોના વકીલ રવિશંકર ગોગિયાએ જણાવ્યું હતું, હાઇકોર્ટે ન તો અમને તાત્કાલિક રાહત આપતો કોઈ હુકમ કર્યો છે કે ન તો અમારી અરજી રદ કરી છે. કોર્ટે અમારી અરજીની આગળની સુનાવણી માટે 27 ફેબ્રુઆરી નક્કી કરી છે. ડિમોલિશનની તારીખ પહેલાં હવે સમય બહુ ઓછો રહ્યો છે અને TP રોડ માટેનું ડિમોલિશન હોવાથી તેને રોકવાના વિકલ્પો બહુ ઓછા બચ્યા છે. આવા સંજોગોમાં હવે અમારી કાનૂની લડત જો લોકો અસરગ્રસ્ત થાય તો તેમના પુનઃવસન પર કેન્દ્રિત છે, પરંતુ સારી વાત એ છે કે જે લોકો TPના ફાઇનલ પ્લૉટ્સમાં રહે છે તેમને આ ડિમોલિશન ડ્રાઇવની સીધી અસર નહીં થાય. એટલે, એમ કહી શકાય કે 60થી 70 ટકા વિસ્તારોમાં લોકોના ઘરોને ડિમોલિશન ડ્રાઇવથી બચાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, આજી નદીના કાંઠે છેલ્લા 70 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે જેના કારણે કાચા પાકા દબાણો ઉભા થઇ ગયા છે. આ દબાણોને દૂર કરવા માટે કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર આજે કામગિરી કરી રહ્યું છે. 2007થી 3 વખત દબાણગ્રસ્તોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હવે, રિવરફ્રન્ટ અને TP યોજના હેઠળ આ મકાનો હટાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજી નદીના કાંઠે છેલ્લા 70 વર્ષથી લોકો વસવાટ કરતા આવ્યા છે. આ વિસ્તાર શરૂઆતમાં કાચા ઝૂંપડાં હતા, પરંતુ સમય સાથે એ મકાનોમાં પરિવર્તિત થઈ ગયા. 1980ના દાયકામાં આ વિસ્તારમાં દબાણનો વિસ્તાર થયો અને તત્કાલીન મનપા કમિશનરોએ નોટિસ ફટકારી હતી.

આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનું નક્કી કરાયા બાદ દબાણોને દૂર કરવા જરુરી બન્યા હતા. જંગલેશ્વરમાં TP લાગૂ થતા સમગર્ વિસ્તારમાં ઉભા થઇ ગયેલા દબાણો તંત્રના ધ્યાનમાં આવ્યા હતા. TP રોડ ઉપરાંત કલેક્ટર તંત્રની જમીન પર પણ દબાણો ઉભા થઇ ગયા હતા. આ યોજના હેઠળ, 87000 ચો.મી. જમીન ખાલી કરાવાઇ રહી છે, જેનું મૂલ્ય અંદાજે 312 કરોડ રૂપિયા છે. આ કામગીરીના ભાગરૂપે, 2002 થી 2011 સુધી અનેક વખત દબાણને લઇને સર્વે પણ કરાયેલો હતો. 15 વર્ષ પહેલા, દબાણગ્રસ્તો માટે ડ્રો સિસ્ટમ હેઠળ મકાન પણ ફાળવાયા હતા.

About The Author

Top News

PMની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનમાંથી લ્યુટિયન્સની પ્રતિમા હટાવાશે, તેની જગ્યાએ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ દેશની રાજધાની દિલ્હીમાં 'લ્યુટિયન્સ વિરુદ્ધ રાજાજી'ની ચર્ચાએ જોર પકડ્યું છે. વડાપ્રધાને...
National 
PMની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનમાંથી લ્યુટિયન્સની પ્રતિમા હટાવાશે, તેની જગ્યાએ...

સુધરે એ કીર્તિ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ હસતા-હસતા ટાટા-બાય બાય કરતી ગઈ, પોલીસ પહેલા કીર્તિની ડુપ્લિકેટને લાવી પછી...

સતત વિવાદોમાં રહેતી સુરતની યુટ્યુબર અને ઇન્ફ્લૂએન્સર કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. તેની સામે જૂનાગઢમાં 7 દિવસમાં...
Gujarat 
સુધરે એ કીર્તિ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ હસતા-હસતા ટાટા-બાય બાય કરતી ગઈ, પોલીસ પહેલા કીર્તિની ડુપ્લિકેટને લાવી પછી...

રાજકોટમાં દાયકાઓથી રહેતા હજારો લોકો એક ઝટકામાં ઘર વગરના થઈ ગયા, રડી પડ્યા, હવે શું વિકલ્પ છે?

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં આજે શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર...
Gujarat 
રાજકોટમાં દાયકાઓથી રહેતા હજારો લોકો એક ઝટકામાં ઘર વગરના થઈ ગયા, રડી પડ્યા, હવે શું વિકલ્પ છે?

અભિષેક ફરી નિષ્ફળ, સુંદર... અમદાવાદમાં ભારતની હાર પાછળના 5 કારણો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની સુપર-8 મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ...
Sports 
અભિષેક ફરી નિષ્ફળ, સુંદર... અમદાવાદમાં ભારતની હાર પાછળના 5 કારણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.