- Kutchh
- ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રી કેવા હતા, જાણો વિગતવાર...
ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રી કેવા હતા, જાણો વિગતવાર...

1. જીવરાજ મહેતા
ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે જીવરાજ મહેતા રહ્યાં છે. 1 મે 1960માં મુંબઈથી અગલ થઈને ગુજરાતની સ્થાપના થતાં તેમને મુખ્યમંત્રી બનાવાયા હતા. તેઓ મુંબઈ રાજ્યના નાણાં મંત્રી હતા. રાજકારણમાં આવ્યા તે પહેલાં તેઓ તબીબ હતી અને વડોદરા રાજ્યમાં મુખ્ય આરોગ્ય અધિકારી હતા. ભારત સરકરામાં આરોગ્ય સચિવ રહી ચૂક્યા હતા. 1962ની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી થતાં તે ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. પક્ષના આંતરિક વિરોધના કારણે તેમણે 1963માં રાજીનામું આપવું પડ્યું હતું.
2. બળવંતરાય મહેતા
જીવરાજ મહેતાએ રાજીનામું આવતાં તેમના સ્થાને 19-6-1963ના રોજ ગુજરાતના બીજા મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી તરીકે પસંદ થયા હતા. ત્યારે તેઓ ધારાસભ્ય ન હતા, 1962ની ચૂંટણી હારી ગયા હતા. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહ, રેલવે, સહકાર મંત્રી રહી ચૂક્યા હતા. તે પહેલાં તેઓ લોકસભામાં સભ્ય તરીકે હતા અને અંદાજ સમિતિના અધ્યક્ષ હતા. પંચાતી રાજનો તેમણે સમગ્ર દેશમાં તે સમયે અમલ કરાવ્યો હતો. 1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતાં કચ્છ સરહદે હવાઈ નિરીક્ષણ કરતી વખતે તેમનું હવાઈ જહાજ પાકિસ્તાને તોડી પાડ્યું હતું. અને 19 સપ્ટેમ્બર 1965માં તેમનું અવસાન થયું હતું.
3. હિતેન્દ્ર દેસાઈ
20 – 9 – 1965ના રોજ ગુજરાતના ત્રીજા મુખ્યપ્રધાન બન્યા હતા. તેઓ મુંબઈ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા હતા. તેઓ ગુજરાતની બે સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા. તેઓ 1965થી 1967, 1967થી 1972ના ગાળા દરમિયાન બે વખત મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમનું વ્યક્તિત્વ મોહક હતું. ગુજરાતના તેઓ લોકપ્રિય મુખ્યમંત્રી હતા. મફત કન્યા શિક્ષણ અને યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેઓ દરેકને શાંતિથી સાંભળતા હતા. બહુમતી ગુમાવતા તેમણે 31-3-1971ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું. ફરીથી બહુમતી મેળવતા તેઓ 8-4-1971માં મુખમંત્રી બન્યા હતા.
4. ઘનશ્યામ ઓઝા
1972ની ચૂંટણીમાં ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ધારાસભ્ય પણ ન હતા. મુખ્યમંત્રી કોણ બને તેનો વિવાદ થતાં આવું કરવામાં આવ્યું હતું. તેઓ સૌરાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા. સાલસ હતા. રતુભાઈ અદાણી અને ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બનવા માટે તૈયાર હતા. ઓઝાએ 13-3-1973ના રોજ રાજીનામું આપી દીધું હતું.
5. ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝાએ રાજીનામું આપતાં ચીમનભાઈ પટેલ 17-3-1973ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. 1967થી તેઓ ચૂંટાતાં હતા. તેઓ કિંગ મેકરની ભૂમિકામાં રહેતાં આવ્યા હતા. 1974માં તેમની સામે ભ્રષ્ટાચારના કારણે નવનિર્માણ આંદોલન થતાં તેમણે 9-21974ના રોજ રાજીનામું આપ્યું હતું. 1985 સુધી તેમણે રાજકીય સન્યાસ લીધો હતો. 1985માં વિરોધ પક્ષના નેતા બન્યા હતા. 1990 જવતાદળ અને ભાજપની સંયુક્ત સરકાર બની હતી અને તેમાં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપે ટેકો પરત ખેંચી લેતાં તેમણે કોંગ્રેસનો ટેકો લઈને સરકાર બનાવી હતી. પછી જનતાદળ સાથે કોંગ્રેસમાં ભળી ગયા હતા. રાજ્યસભાની ચૂંટણી વખતે તેમને હાર્ટ એટેક આવતાં તેમનું અવસાન 17-2-1994માં થયું હતું.
6. બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યા પછી લાંબા સમય બાદ ચૂંટણી થતાં 18-6-1975ના રોજ નવી મોરચા સરકાર બની અને તેમાં મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ પટેલ પસંદ થયા હતા. જનતા મોરચાની સરકારમાં જનસંઘ, સંસ્થા કોંગ્રેસ મળીને પ્રથમ વખત બીન કોંગ્રેસની સરકાર બનાવી હતી. તેમની સરકારમાં જનસંઘના કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ, હેમાબેન આચાર્ય મંત્રી હતા. ગુજરાતનાં જનતા મોરચાની સરકાર બનતાની સાથે દેશભરમાં કટોકટી લાદી દેવામાં આવી હતી. પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન હોવાના કારણે અહીં કૃર શાસન ન હતું. 12 માર્ચ 1976માં વિધાનસભાના મતદાનમાં હાર થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું. 24-12-1976માં રાષ્ટ્રપતિ શાસન ઊઠી જતાં માધવસિંહ સોલંકીની સરકાર બની હતી. 11-4-1977માં બહુમતી ગુમવતાં તેમણે રાજીનામું આપ્યું હતું. બાબુભાઈ પટેલ 17-2-1980માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.
7. માધવસિંહ સોલંકી
માધવસિંહ સોલંકી 24 ડિસેમ્બર 1976માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. 11-4-1977માં બહુમતી ગુમવતાં તેમણે રાજીનામું આપ્યું હતું. 1957થી 1985 સુધી સતત સાત વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં હતા. 1980-85 અને 1985માં ફરીથી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. અનામત વિરોધી આંદોલન થતાં તેમણે 6-7-1985માં રાજીનામું આપવું પડ્યું હતું. પછી તેઓ રાજ્યસભામાં ગયા હતા અને 1989માં ચોથી વખત તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. મધ્યાહન્ન ભોજન, ગરીબોને અનાજ, સ્ત્રી કેળવણી મફત, પાંચ ધોરણ સુધી અંગ્રેજી, પીવાના પાણીની યોજનાઓનો તેઓ સારી રીતે અમલ કર્યો હતો. તેઓ પત્રકાર હતા.
8. અમરસિંહ ચૌધરી
અમરસિંહ ચૌધરી ગુજરાતના આઠમાં મુખ્યમંત્રી હતાં. તેમનું મંત્રીમંડળ ગુજરાતનું 14મું મંત્રીમંડળ હતું. ભારતના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બનવામાં તેઓ બીજા ક્રમે આવતાં હતા. સીવીલ એન્જીનીયર હતા. ઘનશ્યામ ઓઝાની સરકારમાં તેઓ 31 વર્ષની ઉંમરે બાંધકામ મંત્રી હતી. આદિવાસી હતા. માધવસિંહ સરકારમાં તેઓ વન, ગૃહ મંત્રી હતા. 6 જૂલાઈ 1985થી 9-12-1989 સુધી મુખ્યમંત્રી હતા. 20-3-1995થી 19-9-96 સુધી તેઓ વિરોધ પક્ષના નેતા હતા.
9. છબિલદાસ મહેતા
ચીમનભાઈ પટેલનું અવસાન થતાં તેમના સ્થાને 17-2-94ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. એક વર્ષથી ઓછો સમય તેઓ મુખ્યમંત્રી રહ્યાં હતા.
10. કેશુભાઈ પટેલ
14-3-1995માં કેશુભાઈ પટેલ ભાજપ સરકારના મુખ્યમંત્રી બન્યા હતા. ગુંડાનાબુદી કરવા માટે પાસાનો કાયદો લાવ્યા હતા. ગોકુળ ગ્રામ યોજના, માળખાકીય સુવિધા, ખેત તલાવડી, ચેક ડેમ, નર્મદા બંધ અને કૃષિ માટે સારી યોજનાઓ લાવ્યા હતા. 20-10-1995માં શંકરસિંહે બગાવત કરીને ખજૂરાહો કરતાં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ 4-3-1998માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.
11. સુરેશ મહેતા
કેશુભાઈ પટેલે રાજીનામું આવતાં 21-10-95થી સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સામે પણ ભાજપના શંકરસિંહે બગાવત કરી હતી. 19-9-1996માં તેમણે પણ વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ શાસન મૂકી તેમની સરકારનું પતન ભાજપે જ કર્યું હતું.
12. શંકરસિંહ વાઘેલા
23-10-1996માં તેઓ 20માં મુખ્યમંત્રી બન્યા હતા. (રેફરંસ - વિધાનસભાની અંતરંગ, સચિવ વિનોદ દવે) તેઓ એક વર્ષ માટે જ રહી શક્યા હતા. 27-1-1998માં રાજીનામું આપ્યું હતું.
13. દિલીપ પરીખ 21માં મુખ્યમંત્રી
શંકરસિંહના સ્થાને તેમના જ પક્ષના મહાગુજરાત જનતા પક્ષના નેતા દિલીપ પરીખને મુખ્ય મંત્રી તરીકે 27-1-98માં બન્યા હતા.
14. નરેન્દ્ર મોદી
તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા હતા.
15. આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલે રાજીનામું આપતાં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા.
16. વિજય રૂપાણી
તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. તેઓ 26માં મુખ્યમંત્રી
Related Posts
Top News
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Opinion
