જીતુ વાઘાણી 11 વર્ષથી આ સરાહનીય કામ કરે છે, 28 શાળામાં 69 હજાર પતંગ વેચ્યા

On

ભાવનગરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ મકરસંક્રાંતિના પર્વમાં 28 શાળાઓના બાળકોને 2 દિવસમાં 69 હજાર જેટલા પતંગ અને ફીરકી મફતમાં વિતરણ કર્યા છે. ભાજપના નેતા વાઘાણી આ સરાહનીય કામ 11 વર્ષથી કરી રહ્યા છે.

14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે અને પતંગનો ઉત્સવ આખા ગુજરાતમાં લોકો ધામધામથી મનાવે છે. આ એવો ઉત્સવ છે જેમાં આબાલ વૃદ્ધ અને મહિલાઓ પણ ઉત્સાહભેર માણે છે.

 મકરસંક્રાતિના પર્વમાં બાળકોને પતંગ અને ફીરકી જોઇને મજા આવી જાય છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી છેલ્લાં 11 વર્ષથી ભાવનગરની શાળાઓમાં બાળકોને મફત અને ફીરકી વિતરણ કરે છે. આ વખતે પણ વાઘાણીએ વાઘાણીએ 28 શાળાઓમાં બાળકોને પતંગ આપ્યા.

જીતુ વાઘાણી બાળકોને જે પતંગ વિતરણ કરે છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો ફોટો હોય છે. તેમના પતંગ વિતરણ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા,ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે શિક્ષણ યાત્રા શરૂ કરી હતી તે આજે વટવૃક્ષ બની ગઇ છે. અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પુરુ પાડી રહી છે.

તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે,ભાવનગર શહેરની શાળા નં. 4, 51 અને 44 ની રૂબરૂ મુલાકાત લઇ વર્ષોની પરંપરા મુજબ મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગો અને બિસ્કિટોનું વિતરણ કરી શાળાની પૂરક જરૂરિયાતના સાધનોની પૃચ્છા કરી તેની વ્યવસ્થા પૂર્ણ કરવા ખાતરી આપી તેમજ વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

નાના બાળકો પણ મકરસંક્રાંતિનો પર્વ હર્ષોલ્લાસ સાથે મન મૂકીને માણી શકે તે માટે સતત 11 વર્ષથી પરંપરા મુજબ ભાવનગર શહેરની શાળા નં. 63, 65, 60 અને 58 ખાતે બાળકોને પતંગ અને બિસ્કિટનું વિતરણ કર્યું. બાળકોના મુખ પરનું સ્મિત જોઈને આનંદની લાગણી અનુભવી

સુરતની આશાદીપ શાળાના સંચાલક મહેશ રામાણી ખાસ ભાવનગર જીતુ વાઘાણીના પતંગ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સરકારી શાળાઓમાં બાળકોના પતંગ વિતરણ કાર્યક્રમને નિહાળીને રામાણીએ ખુશી વ્યકત કરી હતી.

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.