ગુજરાતમાં શું છે તણાવની સ્થિતિ CM પટેલે આપી તમામ માહિતી

CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મારી ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે કહ્યુ  વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી. 

bhupendra-patel-2
khabarchhe.com

CMએ કહ્યું- ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી.  ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે, તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી.

ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના દિશાનિર્દેશો આપ્યા. હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સંવેદશીલ વિસ્તારો અને સુરક્ષિત સ્થાનોની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી. 

bhupendra-patel-1
khabarchhe.com

પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પૂરતા સંગ્રહ, આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગની વ્યવસ્થાઓ તેમજ હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરવા અંગેના જરૂરી સૂચન કર્યા.   લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિના પ્રયાસો માટેની સૂચના પણ આપી.

આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે, ત્યારે તેમને દરેક પ્રકારની મદદ ત્વરાએ આપવા રાજ્ય સરકાર ખડે પગે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં થયેલી ₹38 લાખની મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઝોન-1 LCBની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે રાજસ્થાનના એક આરોપીની...
Gujarat 
અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.