- Kutchh
- ફિલ્મની હિરોઇનમાંથી રાજકારણમાં આવેલી કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર કોણ છે?
ફિલ્મની હિરોઇનમાંથી રાજકારણમાં આવેલી કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર કોણ છે?

અમદાવાદમાં તાજેતરમાં કોગ્રેસ ઓફિસ પર હુમલો થયો ત્યારે કોંગ્રેસની એક મહિલા નેતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ મહિલા ચર્ચામાં આવી ગઇ. બધાને એ જાણવામાં રસ છે કે આ પ્રગતિ આહિર કોણ છે.
પ્રગતિ આહિર વીડિયોમાં આખી ઘટનાનનું વિવરણ કરી રહી છે. પ્રગતિ આહીરનો જન્મ જૂનાગઢના માંગરોળ તાલુકામાં આવેલા લોએજ ગામમાં થયો હતો. પ્રગતિ જ્યારે 6ઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેની પિતાની છત્ર છાયા ગુમાવી દીધેલી. તેની માતા તાલુકા પંચાયચની ચૂંટણીમા અપક્ષ જીત્યા પછી કોંગ્રેસને સમર્થન આપીને પ્રમુખ બનેલા.
પ્રગતિ આહીરે રૂરલ સ્ટડીમાં બેચલર કર્યું છે અને કોલેજમાં છેલ્લાં વર્ષમાં હતી ત્યારે ગુજરાતી ફિલ્મ ગુજરાતના નાથથી શરૂઆત કરી હતી. એ પછી પ્રગતિએ ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં કુલ 22 ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે મુંબઇ જઇને એક્ટીંગ શીખી હતી,
2019માં પ્રગતિ કોંગ્રેસમાં જોડાઇ હતી અને અત્યારે તે સેવાદળ ગુજરાતની અધ્યક્ષ છે, ગુજરાત કોંગ્રેસની પ્રવક્તા છે અને મહારાષ્ટ્ર AICC કોમ્યુનિકેશન કમિટીમાં કો- ઓર્ડીનેટર છે.
Related Posts
Top News
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Opinion
