આ છે 2017ના બેસ્ટ ફોન, જાણો કઈ કેટેગરીમાં કયો ફોન છે બેસ્ટ

આ વર્ષ મોબાઈલ ફોન માટેનું સૌથી ક્રાંતિકારી વર્ષ રહી શકાય તેમ છે. જીયોએ જ્યાં ઈન્ટરનેટ ડેટા દરેક લોકો સુધી પહોંચાડ્યું, તો મોબાઈલ કંપનીઓએ નાના માણસને પણ પરવડી શકે તેવા મોબાઈલ બજારમાં લાવી યુઝર્સને નેટની સાથે મોબાઈલનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડી. તો ચાલો જોઈ લઈએ 2017માં કંઈ કેટેગરી માટે કયો ફોન બેસ્ટ રહ્યો.

બેસ્ટ ડિસપ્લેઃ Samsung Galaxy S8 Plus
ઘણા વર્ષો પછી ડિસપ્લેની સાથે એકદમ અલગ ઈનોવેશન આ ફોનમાં જોવા મળ્યું. માત્ર ડિસપ્લેની બાબતમાં નહીં પરંતુ ક્વોલિટીમાં પણ આ ફોન બેસ્ટ છે. ફોનની કિંમત 59,000 રૂ. છે.

બેસ્ટ બજેટ ફોનઃ Redmi 5A
ખાસ કરીને ભારતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવેલો આ મોબાઈલ પોકેટમાં તો હલકો જ લાગશે પરંતુ ટેક્નોલોજીમાં ભારે છે. ઓછા પૈસામાં સારો માલ કહી શકાય તેવા આ ફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેમાંનું તેનો સૌથી સસ્તો વેરિયન્ટ 5000 રૂ.માં ઉપબલ્ધ છે.

સરપ્રાઈઝ ફોન ઓફ ધ યરઃ OnePlus 5T
40,000 રૂપિયાની અંદર ફ્લેગશીપ ફોન જેવા ફીચર્સ(ફાસ્ટ ચાર્જિંગ, ફુલ ડિસપ્લે, ફેસ અનલોક) આપીને આ ફોને માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ ફોન લોન્ચ થતાની સાથએ જ વેચાઈ પણ ગયો. ચીનની બહાર આ કંપનીએ ભારતમાં પોતાની સારી પકડ બનાવી લીધી છે.

બેસ્ટ મિડ રેન્જ ફોનઃ Xiaomi Mi A1
ઓછા ભાવ અને સારા લુક્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરો અને સારા સેલ્ફી કેમેરો આ ફોનની જાન છે. આ સાથે જ ફોનની બીજા ફીચર્સને લીધે તેને મિડ રેન્જ ફોનનો સરતાજ આપવામાં આવ્યો છે. ફોનની કિંમત 7000 રૂપિયા છે.

બેસ્ટ બેટરી લાઈફઃ Mi Max 2
6.44 ઈંચની ડિસ્પલે અને 4GB RAM સિવાય આ ફોનમાં 5300 mAhની બેટરીથી તમે આશરે 36 કલાક સુધી તમારો ફોન ચાલી શકે છે. ફોનની કિંમત 16,000 રૂપિયા છે.

બેસ્ટ ફીચર ફોનઃ Jio Phone
સસ્તા ઈન્ટરનેટ પછી જીયોએ સસ્તા ફીચર ફોનને પણ માર્કેટમાં લોન્ચ કરી ધમાકો કરી નાખ્યો હતો. હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને જીયો ટીવી જોઈ શકવાના ફીચર સિવાય પણ અન્ય ઘણા ફીચર આપવામાં આવ્યા છે. ફોનની કિંમત માત્ર 1500 રૂપિયા રાખવામાં આવી છે.

બેસ્ટ ફ્લેગશીપ ફોનઃ iPhone X
દર વર્ષે આઈફોનના યુઝર્સ તેના નવા ફોનના લોન્ચ થવાની રાહ જોતા હોય છે. પરંતુ ઈનનોવેશન માટે જાણીતી એપલ કંપનીએ આ વર્ષે તેના ફોન iPhone Xમાં ફેસઆઈડી અને હોમ બટનને દૂર કરીને ફરીથી મોબાઈલની દુનિયામાં બાકી બધાને પાછળ રાખી દીધા હતા. ફોનની સાથે કંપનીએ નવી બાયોનિક ચીપ અને એનિમોજીને પણ દુનિયાથી રુબરુ કરાવ્યા.

બેસ્ટ બેક કેમેરાઃ iPhone X
iPhone Xમાં 12 મેગાપિક્સેલના બે રિઅર કેમેરા આપવામાં આવ્યા છએ. પેહલા કેમેરામાં અપાર્ચર f/1.8 અને બીજામાં f/2.4 આપવામાં આવ્યું છે, જે કોઈ પ્રોફેશનલ કેમેરાના લેન્સથી કમ નથી. જ્યારે સેલ્ફી માટે 7 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Related Posts

Top News

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
Education  Gujarat 
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
National 
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
Sports 
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.