- Tech & Auto
- એલન મસ્કની મોટી જાહેરાત, ટ્વીટર પરથી કરી શકશો વીડિયો-ઓડિયો કોલ, નંબર પણ...
એલન મસ્કની મોટી જાહેરાત, ટ્વીટર પરથી કરી શકશો વીડિયો-ઓડિયો કોલ, નંબર પણ...

દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ એલન મસ્કે ગયા વર્ષે જ્યારથી ટ્વીટરનો કબજો સંભાળ્યો છે, ત્યારથી તેમણે આ પ્લેટફોર્મ પર ઘણા ફેરફારો કર્યા છે. પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલાઈ ગયું. તેઓએ તેનું નામ ટ્વીટરથી બદલીને X કરી દીધું છે. ત્યારે હવે તેઓ મેટાના તમામ પ્લેટફોર્મ્સ સાથે એકલા હાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. આ ક્રમમાં તેમણે એક મોટી જાહેરાત કરી છે.
વાસ્તવમાં, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પણ વીડિયો અને ઓડિયો કોલ કરી શકશે. આ જાણકારી દિગ્ગજ બિઝનેસમેન એલન મસ્કે પોતે આપી છે. તેમણે જણાવ્યું કે આ ફીચર ક્યાં-ક્યાં કામ કરી શકશે.
Video & audio calls coming to X:
— Elon Musk (@elonmusk) August 31, 2023
- Works on iOS, Android, Mac & PC
- No phone number needed
- X is the effective global address book
That set of factors is unique.
તેમણે કહ્યું કે તમામ પ્રકારના ફોન અને લેપટોપ નવી સુવિધાનો લાભ લઈ શકશે. આ ફીચર એન્ડ્રોઇડ, ioS અને લેપટોપમાં સરળતાથી વાપરી શકાય છે. તે જ સમયે, વીડિયો અને ઓડિયો કોલ માટે કોઈના ફોન નંબરની જરૂર રહેશે નહીં. લોકો નંબર જાણ્યા વિના પણ X દ્વારા એકબીજા સાથે વાત કરી શકશે.