રાજ્યમાં ત્રીજી વ્યક્તિએ એક ટુ-વ્હિલર અને 17મી વ્યક્તિએ એક મોટરકાર છે

ગુજરાત સંપૂર્ણપણે વાઇફાઇ તો થયું નથી પરંતુ હાઇ-ફાઇ જરૂર થયું છે. સરકારના મફત કે ચાર્જેબલ વાઇફાઇની લોકોને હવે જરૂર નથી પરંતુ હાઇફાઇ થવા માટે ગાડીની જરૂર છે. રાજ્યની આરટીઓ કચેરીમાં હવે દ્વિચક્રી વાહનોની સાથે મોટરકારની સંખ્યા પણ વધતી જાય છે. એવું કહી શકાય કે પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક ટુ-વ્હિલર અને 17મી વ્યક્તિએ એક મોટરકાર છે.

મોટરકારનું મેન્ટેનન્સ મોંઘું પડી રહ્યું છે તે જોતાં હજી પણ ટુ-વ્હિલરનો ક્રેઝ ઓછો થયો નથી. માર્કેટમાં હવે ગિયરલેસ વાહનોનું આગમન થતાં દ્વિચક્રી વાહનોની સંખ્યા વધીને 2,02,07,808 થઇ છે, જે ગયા વર્ષે 19545553 હતી. જ્યારે ઓટોરિક્ષાની સંખ્યા વધીને 910493 થઇ છે.

પેટ્રોલ અને ડીઝલના પ્રતિદિન વધતા જતાં ભાવ વચ્ચે સસ્તુ અને સરળ સાધન ટુ-વ્હિલર માનવામાં આવે છે. ટૂંકા અંતરની સફારીમાં પરિવારના સભ્યો બાઇકને વધારે પસંદ કરે છે. આંકડા જોતાં કહી શકાય કે આજે દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે દ્નિચક્રી મોજૂદ છે.

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વાહનોની સંખ્યા 2.67 કરોડથી વધીને 2.77 કરોડ થઇ છે. એક વર્ષમાં 10 લાખ વાહનો વધી ગયા છે. વાહનોની આ રફતાર રહી તો આવનારા બે વર્ષમાં વાહનોની સંખ્યા 3 કરોડ થઇ જવાની ધારણા છે. ગુજરાતમાં ભારે વાહનોની સંખ્યા 13.21 લાખ છે.

રાજ્યમાં 2019-20માં મોટરકારની સંખ્યા 34,45,152 હતી તે વધીને 2020-21ના અંતે 3654119 થવા જાય છે. એક વર્ષમાં મોટરકારની સંખ્યામાં બે લાખનો વધારો થયો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતની સડકો ઉપર 2.77 કરોડ વાહનો ફરી રહ્યાં છે.

ગુજરાતમાં આશ્ચર્યની બાબત તો એ છે કે 1961ની સાલમાં ગુજરાતમાં માત્ર 8132 ટુ-વ્હિલર હતા જે 2020-21માં વધીને 2.02 કરોડ થઇ ગયા છે. વાહન વ્યવહાર કમિશનરે બહાર પાડેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યમાં 1980માં કુલ વાહનોની સંખ્યા 4.58 લાખ હતી જે 10 વર્ષમાં એટલે કે 1990માં વધીને 18.40 લાખ થયા હતા. વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો 2010માં આવ્યો અને તે વર્ષમાં વાહનોની સંખ્યા એક કરોડને પાર થઇ ચૂકી હતી.

ગુજરાતના લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે. 1980માં ગુજરાતમાં માત્ર 52817 નોંધાયેલી કાર હતી. આજે કારની સંખ્યા 36.54 લાખને પાર છે. ઇન્ટરેસ્ટીંગ બાબત એવી છે કે રાજ્યમાં વાહનોની સંખ્યા આટલા વર્ષોમાં કદી ઘટી નથી. સૌથી વધુ વાહનો વધવાની કેટેગરીમાં પ્રથમ દ્વિચક્રી અને ત્યારબાદ મોટરકાર આવે છે.

Related Posts

Top News

બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે

કર્ણાટકની કોંગ્રેસ સરકારે હાઇરાઇઝ્ડ બિલ્ડીંગો પર 1 ટકા ફાયર સેસ તરીકે નવો ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે.સરકારનું કહેવું છે કે...
Business 
બીલ્ડિંગમાં જેટલું ઉપર રહેવા જશો એટલો વધુ ટેક્સ આપવો પડશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજ ના મુહूર્તતારીખ -28-7-2025વાર - રવિવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ ચૌથ આજની રાશિ - સિંહ રાત્રિના 11:58...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
Copyright (c) Khabarchhe All Rights Reserved.