- Gujarat
- ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે..? પાડોશીના વિરોધ પર કુંવારી છોકરીને રહેવા અગાઉ જ છોડવો પડ્યો ફ્લેટ, ઇન...
ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે..? પાડોશીના વિરોધ પર કુંવારી છોકરીને રહેવા અગાઉ જ છોડવો પડ્યો ફ્લેટ, ઇન્ટરનેટ પર છેડાઈ બહેસ
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક અપરિણીત છોકરી સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. છોકરીએ રહેવા માટે બ્રોકર દ્વારા 3 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. તેમાં પોતાની અન્ય 2 બહેનપણીઓ સાથે રહેવાની હતી, પરંતુ પડોશીઓને આ વાતની જાણ થતા જ તેમણે વિરોધ કરવાનું ચાલુ કરી દીધું. આખરે અપરિણીત છોકરીએ ફ્લેટ ભાડે લીધા બાદ પણ છોડવો પડ્યો. ગાંધીનગરમાં બનેલી આ ઘટના છોકરીના ભાઈએ રેડિટ પર શેર કરી છે. ત્યારબાદ એક નવી બહેશ શરૂ થઈ છે કે, 'આ ભારત છે...' જ્યાં બેચલર્સ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
શું છે મામલો?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, છોકરી ગુજરાતની એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે અન્ય 2 બહેનપણીઓ સાથે રહેવા માટે આ ફ્લેટ લીધો હતો. છોકરી આ ફ્લેટમાં શિફ્ટ થાય તે અગાઉ જ તેને આ ફ્લેટ છોડવો પડ્યો. પોતાની બહેન સાથે થયેલા ભેદભાવને લઈને ભાઈએ રેડિટ પર લખ્યું છે કે, ‘મારી બહેનને સિંગલ હોવાને કારણે તેના એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બ્રોકરે આશ્વસ્ત કર્યા હતા કે તેને ફ્લેટમાં સિંગલ હોવા છતા રહેવા દેવામાં આવશે.
છોકરીએ આ માટે બ્રોકરને જરૂરી રકમ પણ ચૂકવી દીધી હતી. અન્ય 2 છોકરીઓ આવ્યા બાદ અંતિમ ભાડા કરાર પર સહી થવાની હતી, પરંતુ જ્યારે પડોશીઓએ આપત્તિ દર્શાવી તો નિર્ણય બદલી દીધો. સામે આવ્યું છે કે બિલ્ડરે ફ્લેટને 'નોટિસ' પર નાખી દીધો હતો, તેમને રહેવા દેવાનો ઇનકાર કરી દીધો, જ્યારે મકાન માલિક તેના માટે સહમત હતો. આ સંબંધમાં ગાંધીનગર પોલીસને કોઈ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ ગુજરાતની રાજધાનીમાં બહેન સાથે થયેલા ભેદભાવે બેચલર્સના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે.
આ અગાઉ પણ ગુજરાતમાં બેચલર્સને ભાડા પર ઘર ન આપવાના મામલા સામે આવી ચૂક્યા છે. આ પોસ્ટ પર કેટલાક યુઝર્સે પોતાના અનુભવો શેર કર્યા છે. એક યુઝરે લખ્યું કે, પટનામાં મારા મકાન માલિકે મને ઘરમાંથી કાઢી મૂક્યો, જે છેલ્લા 15 વર્ષથી મુંબઈમાં રહે છે અને ક્યારેય આવતો નથી. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી છે કે, કુંવારા હોવું આ દેશમાં બીજા દરજ્જાના નાગરિક હોવા જેવું છે. મુંબઈમાં મારો એક પાડોશી હતો જે અમારા ભાડાના ઘરના વિરોધમાં હતો કારણ કે અમે ગુજરાતી જૈન નહોતા. તેનાથી પણ મજેદાર વાત એ છે કે તેણે સોસાયટી મેનેજરને મેઇલ કર્યો હતો કે તે ઇચ્છે છે કે તેના પડોશી ફ્લેટમાં માત્ર ગુજરાતી જૈન જ રહે.

