તમારું સરનામું સાચું હોય છે તો પણ ડિલિવરીવાળા વારંવાર કોલ કેમ કરે છે? જાણો કારણ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ તમે ઓનલાઈન કંઈક ઓર્ડર કરો છો, ત્યારે ડિલિવરી કરનાર વ્યક્તિ તમને વારંવાર ફોન કેમ કરે છે, ભલે તમારું સરનામું સાચું લખેલું હોય? આનું કારણ એ છે કે, હવે ડિલિવરી સેવાઓને ફક્ત તમારા સરનામાની જ નહીં, પરંતુ તમારા ઘરના સચોટ ડિજિટલ લોકેશનની પણ જરૂર હોય છે અને આ કામ DIGI PIN કરે છે.

DIGI PIN શું છે?

DIGI PIN એટલે કે ડિજિટલ ગેટ પિન તમારા ઘરનું સચોટ ડિજિટલ લોકેશન હોય છે. તેને જોયા બાદ ડિલિવરી કરનાર વ્યક્તિ તમારા ઘરના દરવાજા સુધી પહોંચે છે. તેનાછી ડિલિવરી ઝડપી અને યોગ્ય રીતે થઈ જાય કરે છે.

delivery-boy4
depositphotos.com

DIGI PIN કેવી રીતે શોધવો?

તમે Google પર સરળતાથી તમારા ઘરનો DIGI PIN જોઈ શકો છો. બસ Google ખોલો, સર્ચમાં ‘DIGI PIN’ લખો અને લોકેશનને ઓન કરો. તમારી સામે તમારા વર્તમાન લોકેશનનું DIGI PIN આવી જશે. અથવા Google Maps એપ્લિકેશન ખોલો અને તમારા ઘરના ગેટ પર લોંગ પ્રેસ કરો. જેવી જ ત્યાં લાલ પિન પડશે, નીચે તમને પ્લસ કોડ અથવા લોકેશન કોડ દેખાશે. એ જ તમારો DIGI PIN છે.

DIGI PIN કેવી રીતે ઉપયોગ કરો?

જ્યારે પણ તમે ઓનલાઈન ખરીદી કરો છો, ત્યારે તમારા સરનામા સાથે DIGI PIN શામેલ કરવાનું ભૂલશો નહીં. તેનાથી ડિલિવરી કરનાર કોઈ પણ પરેશાની વિના તમારા ઘરે પહોંચી જશે. તમે તેને વોટ્સએપ પર પણ ડિલિવરી કરનાર વ્યક્તિને મોકલી શકો છો. આ ઉપરાંત તમારો DIGI PIN શેર કરવાથી ટેક્સી બુકિંગ અથવા ઈમરજન્સી સેવાઓ માટે પણ મદદ મળે છે. પરંતુ DIGI PIN રસ્તો દેખાડે છે. સાચો રૂટ મળવાથીથી સમયસર અને મુશ્કેલી-મુક્ત ડિલિવરી સુનિશ્ચિત થાય છે.

delivery-boy
hindustantimes.com

ઉલ્લેખનીય છે કે, આ માહિતી ડિજિટલ લોકેશનને સમજવા માટે છે. DIGI PIN અથવા લોકેશન કોડ અલગ-અલગ એપ્લિકેશન અને પ્રદેશના આધારે બદલાઈ શકે છે. યોગ્ય ઉપયોગ માટે સત્તાવાર Google Mapsની સત્તાવાર ગાઈડ જોવી સારી રહેશે.

About The Author

Related Posts

Top News

ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!

હાલમાં ઠંડી પોતાની ચરમસીમાએ પહોંચી છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રી સુધી ઘટી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ 1-2...
National 
ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!

દુનિયા પર આવશે મોટું સંકટ! બાબા વેંગાની 2026 માટે આ હતી ભયાનક ભવિષ્યવાણીઓ

દુનિયા આ સમયે પહેલેથી જ અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતો તણાવ, રશિયા-યુક્રેન યુદ્ધ...
Astro and Religion 
દુનિયા પર આવશે મોટું સંકટ! બાબા વેંગાની 2026 માટે આ હતી ભયાનક ભવિષ્યવાણીઓ

PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
Opinion 
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

મધ્ય પ્રદેશના ભોપાલની જિલ્લા હોસ્પિટલમાં સામે આવેલા એક કિસ્સાએ આરોગ્ય વિભાગને સવાલોના ઘેરામાં લાવી દીધો છે. એક દર્દી ખાંસીની દવા...
National 
દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.