- Tech and Auto
- સુંદર પિચાઈની 'લોટરી' લાગી! ગૂગલે અપ્યું 6,400 કરોડનું સેલેરી પેકેજ; કેવી રીતે બનશે વિશ્વના સૌથી મોં...
સુંદર પિચાઈની 'લોટરી' લાગી! ગૂગલે અપ્યું 6,400 કરોડનું સેલેરી પેકેજ; કેવી રીતે બનશે વિશ્વના સૌથી મોંઘા CEO?
ગુગલે આગામી 3 વર્ષમાં સુંદર પિચાઈનો કુલ સંભવિત પગાર 692 મિલિયન ડૉલર એટલ કે આશરે 6,400 કરોડ રૂપિયા સુધી વધારી દીધો છે, જેથી તેઓ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનારા ચીફ એક્ઝિક્યુટિવ્સમાંથી એક બની ગયા છે. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે પિચાઈના પેકેજમાં મોટાભાગનો હિસ્સો પર્ફોર્મન્સ સ્ટોક યુનિટ્સમાં છે, જેની ટારગેટ વેલ્યૂ 126 મિલિયન ડૉલર છે, જેને બે ભાગમાં બરાબર રીતે વહેંચવામાં આવ્યો છે. PSUsનું વેલ્યૂ S&P 100માં અન્ય શેરોની તુલનામાં પેરેન્ટ કંપની આલ્ફાબેટના કુલ શેરધારક વળતરના આધારે કરવામાં આવશે. જો કંપની અપવાદરૂપે સારું પ્રદર્શન કરે છે, તો ચૂકવણી લક્ષ્ય કરતા બમણી અથવા 252 મિલિયન ડૉલર સુધીની હોઈ શકે છે. જો તે પાછળ રહે છે, તો કંઈ નહીં મળે.
CEOને આગામી 3 વર્ષમાં 84 મિલિયન ડોલર રિસ્ટ્રિક્ટેડ સ્ટોક પણ મળશે, જે કંપનીમાં તેમના કાર્યકાળ દરમિયાન લગભગ દર મહિને મળશે અને વાર્ષિક 2 મિલિયન ડોલર પગાર મળશે. ગૂગલે તેના વેમો સેલ્ફ-ડ્રાઇવિંગ ટેક્સી આર્મ અને વિંગ ડ્રોન ડિલિવરી સ્ટાર્ટઅપના વિકાસ સાથે જોડાયેલા 350 મિલિયન ડોલર સુધીના બે નવા સ્ટોક ઇન્સેન્ટિવ ઉમેર્યા છે. પિચાઈને 3 વર્ષમાં વેમો સ્ટોકમાં 130 મિલિયન ડોલરના ટારગેટ વેલ્યૂવાળા વેમૂના સ્ટોક અને અને વિંગ એવિએશન શેરમાં 45 મિલિયન ડોલરના શેર પ્રાપ્ત થશે. ફરીથી, બંને ચુકવણીઓ લક્ષ્યના 200% સુધી પહોંચી શકે છે.
જો CEO અપેક્ષાઓ કરતા વધુ સારું પ્રદર્શન કરે છે, તો તેમને મહત્તમ 692 મિલિયન ડોલર ચૂકવણી મળશે, જેમાં સ્ટોક અને પગારમાં 391 મિલિયન ડોલરની બેઝલાઇન રકમ હશે. આલ્ફાબેટના બોર્ડે જણાવ્યું હતું કે જ્યારે વેમો અને વિંગ ઓટોનોમસ ડ્રાઇવિંગ અને ડિલિવરીમાં મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે મિસ્ટર પિચાઈની દેખરેખ હેઠળ સારી પ્રગતિ કરી છે. મિસ્ટર પિચાઈને વધુ પ્રોત્સાહન આપવું એ આલ્ફાબેટ અને તેના શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં છે.
ઓગસ્ટ 2015માં પિચાઈ CEOબન્યા ત્યારથી, ગૂગલનું બજાર કેપિટલાઇઝેશન લગભગ સાત ગણું વધીને 535 બિલિયન ડોલરથી 3.6 ટ્રિલિયન ડોલર થઇ ગયું છે, જે જાન્યુઆરીમાં થોડા સમય માટે 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. આ ઉછાળાએ 53 વર્ષીય ભારતીય મૂળના ભૂતપૂર્વ મેકકિન્સે કન્સલ્ટન્ટને અબજોપતિ બનાવ્યા છે. તેઓ 2004માં જોડાયા હતા અને ક્રોમ બ્રાઉઝર વિકસાવવા અને એન્ડ્રોઇડ વિભાગનું નેતૃત્વ કરીને પોતાનું નામ બનાવ્યું હતું. સર્ચ જાયન્ટમાં AI અપનાવવામાં ધીમા રહેવા બદલ તેમની ટીકા થઈ હતી - OpenAIને 2022ના અંતમાં તેનું પ્રથમ હિટ ઉત્પાદન, ChatGPT રિલીઝ કરવાની મંજૂરી મળી હતી - પરંતુ ત્યારથી તેમણે ફરીથી વાપસી કરી, લેટેસ્ટ AI મોડેલ્સ રીલિઝ કર્યા છે અને ટેક્નોલોજીને તેના મુખ્ય સર્ચ એન્જિનમાં ઇન્ટિગ્રેટ કરી છે.
પિચાઈએ ગૂગલના સર્ચ અને એપ સ્ટોર વ્યવસાયો સામે લાવવામાં આવેલા બે એન્ટિટ્રસ્ટ કેસનું પણ સમાધાન કર્યું છે. તેના જાહેરાત નેટવર્ક સામે ત્રીજો કેસ પેન્ડિંગ છે. પિચાઈને છેલ્લે ડિસેમ્બર 2022માં 218 મિલિયન ડોલરનો સ્ટોક એવોર્ડ મળ્યો હતો, જેને એજ રીતે સ્ટ્રક્ચર કરવામાં આવ્યો હતો. તેમની કમાણી તેમના વ્યક્તિગત સુરક્ષા ખર્ચથી પૂરી થાય છે, જે 2024માં વધીને 8.3 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પિચાઈએ 303 ડોલરની સરેરાશ કિંમતે 32,500 ક્લાસ C શેર વેચ્યા, જેની કિંમત આશરે 9.8 મિલિયન ડોલર છે. બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સનો અંદાજ છે કે તેમણે CEO બન્યા બાદ લગભગ 650 મિલિયન મૂલ્યના સ્ટોક વેચ્યા છે.
પિચાઈ દંપતી પાસે Googleના કેટલા શેર છે?
નિયમનકારી ફાઇલિંગ અનુસાર, તેઓ અને તેમની પત્ની અંજલિ પાસે કુલ 1.67 મિલિયન Googleના શેર છે, જેની કિંમત શુક્રવારના 298 ડોલરના શેર ભાવે 498 મિલિયન ડોલર છે. Googleના સંસ્થાપકો સેર્ગેઈ બ્રિન અને લેરી પેજ હજુ પણ સુપર-વોટિંગ ક્લાસ B સ્ટોકની માલિકી દ્વારા કંપનીને નિયંત્રિત કરે છે, જે તેમને 56% નિર્ણય લેવાની શક્તિ આપે છે. માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ સત્યા નડેલાએ કંપનીના નાણાકીય વર્ષ 2025માં 96.5 મિલિયન ડોલરની કમાણી કરી હતી, જેમાંથી લગભગ 84 મિલિયન ડોલર સ્ટોક એવોર્ડ્સમાંથી આવ્યા હતા. આ આંકડો એક વર્ષ અગાઉ 48.5 મિલિયન ડોલરથી વધુ હતો. એપલના બોસ ટિમ કૂકે 2025માં 74.3 મિલિયન ડોલરની કમાણી કરી હતી.

