સ્વિચ ઓફ iPhone ચોરાઇ જાય તો ઘરે બેઠા થશે ટ્રેક, એપલે તો શાનદાર ફીચર આપી દીધું

iPhoneનું ‘ટર્નડ ઓફ ટ્રેકિંગ’ ફીચર તાજેતરમાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યું છે. થયું જાણે એમ કે આ ફીચરે એક ભાઈ સાહેબના iPhoneમાં કામ ન કર્યું તો તે કોર્ટમાં પહોંચી ગયો. પરિણામે એપલે 100,000 રૂપિયાનું વળતર આપવું પડ્યું. જો કે, આ કિસ્સામાં, ફીચરમાં જ કોઈ ખામી નહોતી. પરેશાની આ ફીચરને સમજાવવામાં હતી. એટલે કે આ ફીચર કેવી રીતે કાર્ય કરે છે. ફોન બંધ થઈ ચૂક્યો છે, છતા ટ્રેક થઈ જાય છે, આ બધુ કેવી રીતે કરી શકાય છે?

‘સ્વિચ ઓફ ટ્રેકિંગ’ કેવી રીતે કાર્ય કરે છે તે અગાઉ તેને થોડું વધુ સમજીએ. એપલ પ્રોડક્ટમાં ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ નામનું ફીચર હોય છે, જેની મદદથી iPhones, iPads, AirPods વગેરે ટ્રેક કરી શકાય છે. જ્યારે કંપનીએ તેમાં ‘સ્વિચ ઓફ ટ્રેકિગ’ શામેલ કર્યું ત્યારે આ ફીચર વધુ સારું થઈ ગયું. iOS 15 સાથે આ ફીચરને જોડવામાં આવ્યું, જે ફોન બંધ થવા અથવા તેની બેટરી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોય ત્યારે પણ કામ કરે છે. જો તમે તમારા iPhoneને બંધ કરવાનો પ્રયાસ કરો છો, તો સ્ક્રીન પર એક મેસેજ (iPhone remains findable after power off) દેખાય છે.

Find-My-Device
techradar.com

હવે, ચાલો સમજીએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. iPhone બંધ થતા જ એરટેગમાં બદલાઈ જાય છે. એરટેગમાં સિમ કાર્ડ હોતું નથી, છતા તે પોતાનું લોકેશન બતાવે છે. તેના માટે માટે એરટેગ તેની નજીકના અન્ય ડિવાઈસના બ્લૂટૂથ સિગ્નલ પકડે છે. આ સિગ્નલ કોઈ બીજા iPhone, Android ફોન અથવા અન્ય બ્લૂટૂથ ડિવાઇસના હોય શકે છે.

એરટેગ પોતાની આસપાસના ઉપકરણોને કહે  છે કે ભાઈ પોતાનું બ્લૂટૂથ એક ક્ષણ માટે તમારું બ્લૂટૂથ ઉધાર આપી દો? કદાચ એમ પણ કહેતું હશે કે ભાઈ, શું હું તમારા બ્લૂટૂથ સાથે ચોંટી જાઉં? આમ કરીને તે ‘ફાઇન્ડ માય ડિવાઇસ પર લોકેશન મોકલે છે. આ કામ એપલ iPhone પાસે પણ કરાવે છે. સ્વિચ ઓફ ફોનથી બ્લૂટૂથ સિગ્નલો પકડીને લોકેશન મોકલે છે. ચિંતા કરશો નહીં.

એપલ અને ગૂગલ બંને લાંબા સમયથી આ ચિંતાથી વાકેફ છે. એટલે, ટ્રેકિંગ માટે વપરાતું બ્લૂટૂથ સિગ્નલ નોર્મલવાળા કરતા અલગ હોય છે. આ સિગ્નલ તે જે ઉપકરણ સાથે કનેક્ટ થાય છે તેમાંથી કોઈપણ ડેટા લેતું નથી. બસ બાહ્ય રીતે કાર્ય કરે છે. માની લો કે કોઈ તમારા ઘરમાં અંદર ન આવે અને આંગણામાં ઉભા રહીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. એટલે કે, તમારી આસપાસ કોઈ એરટેગ અથવા બંધ iPhone હશે તો તમારા એન્ડ્રોઈડ અને iPhoneમાં તેનું નોટિફિકેશન આવશે. એટલે તમારે ચિંતા કરવાની નથી.

Find-My-Device1
thelallantop.com

તમને લાગે છે કે તમારા ફોનની બેટરી 1 કે 2 ટકા બચી છે અને તે પોતાની મેળે બંધ થઈ જાય છે, ત્યારે હકીકતમાં આવું હોતું નથી. કંપનીઓને ખબર છે કે આપણે નહીં સુધરીએ તો કદાચ 3 કે 4 ટકા પર હોય ત્યારે ફોનને સ્વિચ ઓફ થઈ જાય છે. બાકીનો 2 ટકા લાંબા સમય સુધી સ્વિચ-ઓફ ફોનના લો-ફ્રીક્વન્સી બ્લૂટૂથ મોડ્યુલને પાવર આપવા માટે પૂરતો છે.

આ ઉપરાંત, જ્યારે તમે જે ફોનની બેટરી જુઓ છો તે સિલિકોન-કાર્બન અથવા લિથિયમ-આયન હોય છે, ત્યારે ફોનમાં બીજી, નાની બેટરી પણ હોય છે, જેને રીઅલ-ટાઇમ ક્લોક (RTC) અથવા CMOS બેટરી લગાવવામાં આવી હોય છે. આ બેટરીને કારણે મહિનાઓથી બંધ રહેલો ફોન પણ સાચો સમય અને તારીખ બતાવે છે. આ જ બેટરી લો ફ્રીક્વેન્સીવાળા બ્લૂટૂથ સિગ્નલ મોકલવામાં કામ આવે છે. રમો તો પછી સિગ્નલ સિગ્નલ. એ અગાઉ ફાઇન્ડ માય ડિવાઇસ ચાલુ કરવાનું ન ભૂલતા.

About The Author

Related Posts

Top News

મનુષ્ય પાસે ત્રીજી આંખ હોય છે! વૈજ્ઞાનિકોએ કરી એક મોટી શોધ

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક ચોંકાવનારી શોધ કરી છે. અમારી પાસે, તમારી પાસે, આપણા દરેકની પાસે ત્રીજી આંખ છે, ...
Science 
મનુષ્ય પાસે ત્રીજી આંખ હોય છે! વૈજ્ઞાનિકોએ કરી એક મોટી શોધ

સ્વિચ ઓફ iPhone ચોરાઇ જાય તો ઘરે બેઠા થશે ટ્રેક, એપલે તો શાનદાર ફીચર આપી દીધું

iPhoneનું ‘ટર્નડ ઓફ ટ્રેકિંગ’ ફીચર તાજેતરમાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યું છે. થયું જાણે એમ કે આ ફીચરે...
Tech and Auto 
સ્વિચ ઓફ  iPhone ચોરાઇ જાય તો ઘરે બેઠા થશે ટ્રેક, એપલે તો શાનદાર ફીચર આપી દીધું

શું ધોની IPL 2026ની સીઝનમાં જાણી જોઈને નહોતો રમ્યો?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ન...
Sports 
શું ધોની IPL 2026ની સીઝનમાં જાણી જોઈને નહોતો રમ્યો?

શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?

શું પત્ની પોતાના પતિના પગારાની વિગતો RTIમાં માંગી શકે? કોર્ટે આ વિશે ચુકાદો આપ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે એક...
National 
શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.